WhatsAppમાં મળશે શાનદાર ફિચર, જાણો શું છે ખાસિયત

ખબરી ગુજરાત બિઝનેસ

WhatsApp એ નવું ફિચર લોન્ચ કરી દીધુ છે. આ ફિચરની મદદથી તમે તમારી ચેટ (મેસેજ)ને ફિલ્ટર કરી શકો છો. માર્ક ઝુકરબર્ગે ખુદ આ ફિચરને રિલીઝ કરતા વ્હોટ્સએપ ચેનલ પર માહિતી આપી છે. હવે તમારા વ્હોટ્સએપ પર 3 પ્રકારના ફિલ્ટર મળશે. આવો જાણીએ આ ફિલ્ટરના ફિચર્સ વિશે.

આ પણ વાંચો – વંદે ભારત ટ્રેનોથી કેટલી થાય છે આવક? રેલવેએ આપ્યો જવાબ

PIC – Social Media

WhatsApp પોતાના પ્લેટફોર્મ પર નવા નવા ફિચર લાવી રહ્યું છે. કંપનીએ થોડા સમય પહેલા એન્ડ્રોઇડ યુઝર્સ માટે યુઆઈને રિડિઝાઇન કર્યુ હતુ. થોડા દિવસો પહેલા WhatsApp પર નવું સર્ચ બાર અને Meta AIનું ફિચર પણ આવ્યું છે. જો કે, Meta AIનું ફિચર તમામ યુઝર્સને ઉપલબ્ધ કરાવાયું નથી.

હવે WhatsApp એ વધુ એક નવું ફિચર પોતાના પ્લેટફોર્મ પર રિલીઝ કર્યું છે. આ ફિચર Chat ફિલ્ટરનું કામ કરશે. મેટાના ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મે એક બ્લોગ પોસ્ટ જાહેર કરી છે. જેમા ફિચરની જાણકારી આપી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

WhatsApp Chat ફિલ્ટર એટલે શું?

Metaના CEO Mark Zukerberg એ ચેટ ફિલ્ટર ફિચરના લોન્ચિંગની જાણકારી આપી છે. આ ફિચર દ્વારા તમે સરળતાથી તમામ મેસેજ ને ફિલ્ટર કરી શકશો. આ ફિચરના કારણે કોઈ ચેટને ઓપન કરવામાં વધુ સમય નહિ લાગે. કંપની તમને અલગ અલગ ચેટને ફિલ્ટર કરવાના ઓપ્શન આપી રહી છે. આ ફિલ્ટર રિલીઝ કરવા પાછળનું કારણ, લોકોને અલગ અલગ વોટ્સએપ ચેટ્સનું એક્સેસ, સરળ બનાવાનું છે. અત્યાર સુધી તમારે કોઈ પણ વ્હોટ્સએપ ગ્રુપ અને અનરીડ મેસેજ માટે ઇનબોક્સમાં ચેટને સ્ક્રોલ કરવી પડતી હતી. હવે તમને આ માટે ફિલ્ટર આપવામાં આવશે. જેનાથી તમે એક જ જગ્યાએ ગ્રુપ ચેટ્સ જોઈ શકશો.

ફિચર કઈ રીતે કામ કરે છે?

WhatsApp એ 3 ડિફોલ્ટ ફિલ્ટરને રજૂ કર્યા છે. જેનાથી તમે યોગ્ય કન્વર્સેશનને એક્સેસ કરી શકશો. સૌથી પહેલા તમને iOS અને Android સ્માર્ટફોન પર WhatsApp ઓપન કરવુ પડશે. તેના માટે તમારુ WhatsApp અપડેટેડ હોવું જરૂરી છે. હવે તમારે ટોપ પર આપવામાં આવેલા 3 ફિલ્ટર પર ક્લિક કરવાનું રહેશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ટોપમાં તમને All, Unread અને Groupsના વિકલ્પ મળશે. All ફિલ્ટરમાં તમે તમામ ચેટ્સ જોઈ શકશો. જ્યારે ગ્રુપ ફિલ્ટરના ઉપયોગથી તમે માત્ર ગ્રુપ્સ જોઈ શકશો. તેવી જ રીતે Unread ફિલ્ટરની મદદથી તમે એ તમામ ચેટ્સ જોઈ શકશો જે તમે હજુ સુધી વાંચી ન હોય.