વંદે ભારત ટ્રેનોથી કેટલી થાય છે આવક? રેલવેએ આપ્યો જવાબ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Vande Bharat Train Revenue : મધ્ય પ્રદેશના નિવાસી ચંદ્રશેખર ગૌરે રેલવે દ્વારા વંદે ભારત ટ્રેન પાછળ છેલ્લા 2 વર્ષમાં મેળવેલી આવકની માહિતી માંગી હતી. સાથે જ તેના સંચાલનથી ફાયદો થયો કે નુકસાન તે પણ જાણવાની ઇચ્છા દર્શાવી હતી. જેના પર રેલવે મંત્રાલય દ્વારા જવાબ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો – છત્તીસગઢમાં 10 વર્ષમાં સૌથી મોટુ ઓપરેશન, 29 નક્સલીઓ ઠાર

PIC – Social Media

Vande Bharat Train Revenue : રેલવે મંત્રાલય વંદે ભારત ટ્રેનોથી થતી આવકનો અલગ રેકોર્ડ રાખતુ નથી. આ જાણકારી સુચનાના અધિકાર (RTI) અધિનિયમ અંતર્ગત દાખલ એક અરજીમાં જવાબમાં આપવામાં આવી હતી. મધ્ય પ્રદેશના રહેવાસી ચંદ્રશેખર ગૌર જાણવા માંગતા હતા કે રેલવે મંત્રાલયને છેલ્લા 2 વર્ષમાં વંદે ભારત ટ્રેન દ્વારા કેટલી આવક થઈ છે અને તેના સંચાલનથી ફાયદો થયો કે નુકસાન. રેલવે મંત્રાલયે તેના જવાબમાં કહ્યું કે, ટ્રેન અનુસાર આવકની રેકોર્ડ રાખવામાં આવતો નથી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ક્યારે શરૂ થઈ વંદે ભારત ટ્રેન

વંદે ભારત ટ્રેન દેશની પહેલી સેમી હાઇસ્પીડ ટ્રેન છે. જેને 15 ફેબ્રુઆરી, 2019માં નવી દિલ્હી અને વારાણસી વચ્ચે શરૂ કરવામાં આવી હતી. આજે 102 વંદે ભારત ટ્રેન 24 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 284 જિલ્લામાં દોડે છે. રેલવે અધિકારીઓએ સોમવારે કહ્યું કે, અત્યાર સુધીમાં બે કરોડથી વધુ લોકોએ વંદે ભારત ટ્રેનથી મુસાફરી કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે નાણાકીય વર્ષ 2023-24માં વંદે ભારત ટ્રેન દ્વારા કાપેલા અંતર પૃથ્વીના 310 ચક્કર લાગવ્યા બરાબર છે.

રેલવે પાસે પ્રવાસીની સંખ્યાનો રેકોર્ડ પણ આવકનો નથી

ગૌર એ આ બાબતે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેણે કહ્યું, કે “રેલવે વંદે ભારતમાં ટ્રેન દ્વારા યાત્રા કરનાર લોકોની સંખ્યા, રેલવેએ કાપેલા અંતરનો રેકોર્ડ રાખે છે. પરંતુ આવક સંબંધિત સૌથી મહત્વપૂર્ણ જાણકારી નથી રાખતુ. તેઓએ કહ્યું કે રેલવે અધિકારી એક વર્ષમાં વંદે ભારત ટ્રેન દ્વારા કાપેલા અંતરની ગણના પૃથ્વીના ચારે બાજુ કુલ ચક્કરોની બરાબર કરી શકે છે. પરંતુ તેની પાસે આ ટ્રેનથી ભેગી થયેલી કુલ આવકની ગણતરી નથી.”

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ગૌરે કહ્યું કે “રેલવે માટે વંદે ભારત ટ્રેનથી થતી આવકનો અલગ રેકોર્ડ રાખવો ખૂબ જરૂરી છે. કેમ કે તે ભારતની પ્રથમ સેમી હાઇસ્પીડ નવી પેઢીની ટ્રેન છે અને તેનો લાભ અને વાસ્તવિક લોકપ્રિયતા સ્થાપિત થશે.” રેલવેએ ગત વર્ષે ઓક્ટોબરમાં થયેલી આરટીઆઈ અંતર્ગત એક અન્ય અરજીના જવાબમાં કહ્યું હતુ, કે વંદે ભારત ટ્રેનમાં કુલ 92 ટકાથી વધુ સીટ બુક કરે છે. જેને રેલવે અધિકારી ઉત્સાહજનક આંકડા માને છે.