એક વાટકી દહીં  આ સમસ્યાઓથી આપશે રાહત

દહીંમાં વિપુલ પ્રમાણમાં પાણી અને કેલ્શિયમ સિવાય પ્રોટિન, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, વિટામિન સી, બી 6, કે અને અન્ય ઘણાં ન્યુટ્રિએન્ટ્રસ હોય છે.

દરરોજ ખોરાકમાં દહીંને સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે. કેમ કે તે હાડકાને મજબૂત બનાવે છે અને પાચનક્રિયાને સુધારે છે.

રોજ દહીંનું સેવન કરવાથી મહિલાઓને ઘણી સમસ્યાઓથી રાહત મળી શકે છે. આવો જાણીએ કેવી રીતે?

મહિલાઓને અવારનવાર યુટીઆઈ (યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન) ઉનવાની સમસ્યા જોવા મળે છે. રોજ એક વાટકી દહીંનું સેવન તેમાંથી રાહત આપી શકે છે.

રોજ દહીંનું સેવન વ્હાઇટ ડિસ્ચાર્જની સમસ્યામાં પણ ફાયદાકારક છે. કેમકે ન્યુટ્રિએન્ટ્સ રિચ હોવાની સાથે દહીંમાં સારા બેક્ટરિયા પણ હોય છે.

મહિલાઓમાં 30 થી 35ની ઉંમર પછી કેલ્શિયમની ઉણપથી ઓસ્ટિયોપોરોસિસની સમસ્યા જોવા મળે છે. દહીં ખાવાથી તેમાં ફાયદો થાય છે.

દહીંના સેવનથી તમારા વાળ, નખ અને દાંતને ફાયદો થાય છે. કેમકે તેમાં કેલ્શિયમની સાથે પ્રોટીન પણ વિપુલ પ્રમાણમાં હોય છે.

દહીંનું સેવન સ્કિનને અંદરથી હાઇડ્રેટ રાખે છે અને હેલ્ધી બનાવે છે અને ઘણી ત્વચાને લગતી સમસ્યા પણ થાય છે.