લગ્નમાં કન્યાને મહેંદી મુકવા પાછળનું કારણ શું છે?

મહેંદીને દુલ્હનના સોળ શણગારનો ભાગ માનવામાં આવે છે. જેના કારણે મહેંદીનો રિવાજ હિન્દુઓ સાથે સાથે મુસ્લિમોમાં પણ ઘણો લોકપ્રિય છે.

ભારતીય પરંપરા અનુસાર વર-કન્યાને મહેંદી મુકવાને શુભ માનવામાં આવે છે. તેથી આ વિધિને લગ્નની સૌથી મહત્વની વિધિ માનવામાં આવે છે. 

લગ્નમાં મહેંદી લગાવી સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે. તે વર-કન્યા અને તેમના પરિવારો વચ્ચેનો પ્રેમ દર્શાવે છે.

મહેંદીને વર-કન્યાના પ્રેમનું પ્રતીક પણ માનવામાં આવે છે. તેથી લગ્ન પ્રસંગે માત્ર કન્યા જ નહિ પરંતુ વરને પણ મહેંદી લગાવાની પરંપરા છે.

માન્યતા અનુસાર, મહેંદી જેટલા દિવસો સુધી દુલ્હનના હાથોની શોભા વધારે છે. એટલુ જ નવવિવાહિત યુગલ માટે શુભ માનવામાં આવે છે. 

લગ્નમાં દુલ્હનને હાથ અને પગમાં સુંદર ડિઝાઇનર મહેંદી મુકવામાં આવે છે, જ્યારે દુલ્હાને માત્ર વરદાન તરીકે બંને હાથમાં મહેંદીના ટકપા કરવામાં આવે છે.

મહેંદીની તાસિર ઠંડી હોય છે. એટલા માટે હાથોમાં મહેંદી લગાવાથી શરીર અને મગજને આરામ અને શાંતિનો અનુભવ થાય છે.

જાણો, કેટલુ હોય છે ટ્રેનનું આયુષ્ય?