30 April : જાણો, આજનો ઈતિહાસ

ખબરી ગુજરાત શિક્ષણ અને કારકિર્દી

30 April History : દેશ અને દુનિયામાં 30 એપ્રિલનો ઇતિહાસ અનેક મહત્વની ઘટનાઓનો સાક્ષી છે અને ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે નોંધાઈ ગઈ છે. ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુમાં ઐતિહાસિક ઘટનાઓ પૂછવામાં આવે છે. તેથી આપણે 30 એપ્રિલ (30 April History in Gujarati)નો ઇતિહાસ જાણીશું.

આ પણ વાંચો – 29 April : જાણો, આજનો ઈતિહાસ

PIC – Social Media

30 એપ્રિલના ઇતિહાસને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 30 એપ્રિલ 1945ના રોજ સોવિયત સેનાથી ઘેરાયા બાદ બર્લિનમાં જમીનથી 50 ફૂટ નીચે એક બંકરમાં હિટલરે પોતાની જાતને ગોળીથી ઉડાવી દીધી હતી. તેણે પોતાની પત્ની ઇવા બ્રાઉનને સાથે અત્મહત્યા કરી લીધી હતી. દેશ દુનિયામાં બનેલી ઐતિહાસિક ઘટનાઓનું વર્ષ અનુસાર વિવરણ નીચે પ્રમાણે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

30 એપ્રિલનો ઇતિહાસ (30 April History) આ મુજબ છે

2013 : નેધરલેન્ડની રાણી બીટ્રિક્સે પોતાનો પદનો ત્યાગ કર્યો અને વિલિયમ એલેક્ઝાન્ડર નેધરલેન્ડના રાજા બન્યા.
2010 : અભિનેતા દેવ આનંદને મુંબઈમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને પ્રાણને ફાળકે આઈકોનથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
2008 : માનવરહિત હવાઈ વાહન “લક્ષ્ય” નું ઓરિસ્સાના બાલાસોરમાં બીચ પરથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
2007 : અંધ પાઇલટ માઇલ્સ હિલ્ટને વિમાન દ્વારા દુનિયાનું અડધુ ચક્કર લગાવી રેકોર્ડ બનાવ્યો હતો.
2006 : ભારતીય ઉપખંડને 2011 ક્રિકેટ વર્લ્ડ કપની યજમાની મળી હતી.
2001 : ફિલિપાઇન્સમાં એરુટ્રાડા સમર્થકો દ્વારા બળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
2000 : આતંકવાદનો સામનો કરવા માટે સહયોગના આહ્વાન સાથે હવાનામાં જી-77 શિખર સંમેલન સમાપ્ત થયું હતું.
1991 : આંદામાનમાં જ્વાળામુખી સક્રિય થયો હતો.
1985 : અમેરિકન પર્વતારોહક રિચાર્ડ ડિક બાસ (55 વર્ષ) એવરેસ્ટ પર ચઢનાર સૌથી વૃદ્ધ વ્યક્તિ બન્યા.
1908 : ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ મુઝફ્ફરપુરમાં કિંગ્સફોર્ડના મેજિસ્ટ્રેટને મારવા માટે બોમ્બ ફેંક્યો હતો.
1864 : ન્યૂયોર્ક શિકાર માટે લાઇસન્સ ફી લાદનાર અમેરિકાનું પ્રથમ રાજ્ય બન્યું.
1789 : જ્યોર્જ વોશિંગ્ટન સર્વસંમતિથી અમેરિકાના પ્રથમ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.
1563 : ચાર્લ્સ VI ના આદેશ પર યહૂદીઓને ફ્રાન્સમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
1598 : અમેરિકામાં પ્રથમ વખત થિયેટરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

30 April એ જન્મેલા પ્રસિદ્ધ વ્યક્તિઓ

1870 : ભારતના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક અને પટકથા લેખક દાદાસાહેબ ફાળકેનો જન્મ થયો હતો.
1927 : સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ ફાતિમા બીબીનો જન્મ થયો હતો.
1949 : સંયુક્ત રાષ્ટ્રના 9મા મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસનો જન્મ થયો હતો.