જૂનાગઢ જિલ્લાના ક્રિટિકલ- સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા સ્થળોએ રિમોટથી ચાલતા એરક્રાફ્ટ સિસ્ટમ કે ડ્રોન ઉડાડી શકાશે નહીં

Junagadh: જૂનાગઢમાં આ સ્થળોએ નહિ ઉડાવી શકાય ડ્રોન કે એરક્રાફ્ટ સિસ્ટમ

ખબરી ગુજરાત ગુજરાત

Junagadh: જૂનાગઢ જિલ્લાના ક્રિટિકલ સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા સ્થળોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. જિલ્લામાં આંતરિક સુરક્ષા જાળવવાના હેતુસર તેમજ વાઈટલ ઇન્સ્ટોલેશન તથા અન્ય સરકારી કચેરીની સલામતી માટે વિશેષ તકેદારી રાખવી હિતાવહ જણાતી હોવાથી નક્કી કરાયેલા વિસ્તારમાં રિમોટથી ચલાવતા ડ્રોન કે કંટ્રોલ કરાતા એરિયલ મિસાઈલ કે પેરાગ્લાઈટર રીમોટ કંટ્રોલ,માઇક્રો લાઈટ એર ક્રાફ્ટ ચલાવવા પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પાડી મનાઈ ફરમાવવામાં આવી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

કેન્દ્ર સરકારના ગૃહ વિભાગની થયેલ સૂચના અનુસાર રેડ ઝોનમાં રિમોટથી ચાલતા એરક્રાફ્ટ સિસ્ટમ કે ડ્રોન ઉડાડી શકાશે નહીં. યલો ઝોનમાં એરક્રાફ્ટ સિસ્ટમ કે ડ્રોન ઉડાડવા માટે ડીજી સ્કાય એપ ઉપરથી મળી શકશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

તે માટે ડીજી સ્કાય એપ ઉપરથી અરજી કરવાની રહેશે. અને ગ્રીન ઝોનમાં ડીજી સ્કાય એપ ઉપરથી મંજૂરીની રાહ જોયા સિવાય ગ્રીન ઝોનમાં રિમોટથી ચાલતા એરક્રાફ્ટ સિસ્ટમ કે ડ્રોન ઉડાડી શકાશે. (રેડ તથા હેલોજન સિવાયના વિસ્તારો ગ્રીન ઝોન ગણાશે).

આ પણ વાંચો: જૂનાગઢમાં GPSCની પરીક્ષાને લઈને પ્રતિબંધાત્‍મક આદેશો કરાયા લાગુ

આ જાહેરનામું તા.25-2-2024 સુધી અમલમાં રહેશે અને તેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.