ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વ નિમિતે ધ્વજવંદનનો સંપૂર્ણ કાર્યક્રમ

ખબરી ગુજરાત ગુજરાત

Republic Day : રાષ્ટ્રના પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરી- 2024ની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થશે. તા. 26મી જાન્યુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન (flag hoisting) કરાવશે.

આ પણ વાંચો : Junagadh : પોલીસ જવાનોના દિલધડક કરતબો, પ્રજાજનો મંત્રમુગ્ધ

Republic Day : 26 જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી જુનાગઢ (Junagadh) જિલ્લામાં થશે. જેને લઈ જુનાગઢ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી છે. તેના ભાગરૂપે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે તા. 26મી જાન્યુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી (Acharya Devvrat), મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની (CM Bhupendra Patel) ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરાવશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી (Shankar Chaudhary) ગાંધીનગર, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ પંચમહાલ ખાતે તેમજ રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેક્ટર વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે.

રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ ક્યાં ધ્વજ વંદન કરાવશે તેની વિગત આ મુજબ છે

કેબિનેટ મંત્રીઓ

કનુભાઈ દેસાઈ – નવસારી

ઋષિકેશભાઈ પટેલ – પાટણ

રાઘવજીભાઈ પટેલ – રાજકોટ

બળવંતસિંહ રાજપૂત – અમદાવાદ

કુંવરજીભાઈ બાવળિયા – બોટાદ

મુળુભાઈ બેરા – દેવભૂમિ દ્વારકા

કુબેરભાઈ ડીંડોર – દાહોદ

ભાનુબેન બાબરિયા – સુરેન્દ્રનગર

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

રાજ્યકક્ષાના મંત્રીઓ

હર્ષ સંઘવી – સુરત

જગદીશ વિશ્વકર્મા – કચ્છ

પરશોત્તમભાઈ સોલંકી – અમરેલી

બચુભાઈ ખાબડ – મહીસાગર

મુકેશભાઈ પટેલ – વલસાડ

પ્રફુલ પાનશેરીયા – મોરબી

ભીખુસિંહજી પરમાર – નર્મદા

કુંવરજીભાઈ હળપતિ – ડાંગ

આ ઉપરાંત ગીર સોમનાથ, આણંદ, પોરબંદર, બનાસકાંઠા, જામનગર, તાપી, છોટા ઉદેપુર, ખેડા, વડોદરા, સાબરકાંઠા, ભરૂચ, ભાવનગર, મહેસાણા અને અરવલ્લી ખાતે સંબંધિત જિલ્લાના કલેકટરના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે.