EVMને લઈ સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જાણો શું કહ્યું?

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Supreme Court : સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. સર્વોચ્ચ અદાલતે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કરી દીધુ છે કે મતદાન ઈવીએમ મશીન દ્વારા જ થશે.

આ પણ વાંચો – …તો ભારત છોડી દઈશુ, WhatsApp એ કેમ કહ્યું આવું?

PIC – Social Media

Supreme Court : લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના વોટિંગ દરમિયાન શુક્રવારે સુપ્રીમ કોર્ટે વીવીપેટ વેરિફિકેશનની માંગને લઈ તમામ અરજીઓને રદ્દ કરી છે. બેલેટ પેપરની માંગને લઈ દાખલ અરજીનોને રદ્દ કરી દીધી છે.

કોર્ટના આ નિર્ણયથી ઈવીએમ દ્વારા કરવામાં આવેલા મતદાનની વીવીપેટની સ્લિપથી સો ટકા મેચિંગની માંગને આંચકો લાગ્યો છે. આ નિર્ણય જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતા વાળી બેન્ચની સહમતીથી આપવામાં આવ્યો છે.

સર્વોચ્ચ અદાલતે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કરી દીધુ છે, કે મતદાન ઈવીએમ મશીન દ્વારા જ થશે. ઈવીએમ-વીવીપેટના 100 ટકા મેચિંગ કરવામાં આવશે નહિ. 45 દિવસ સુધી વીવીપેટની સ્લિપ સુરક્ષિત રહેશે. આ સ્લિપો ઉમેવદારની સહી સાથે સુરક્ષિત રહેશે.

કોર્ટનો નિર્દેશ છે કે ચુંટણી બાદ સિંગલ લોડિંગ યુનિટોને પણ સીલ કરીને સુરક્ષિત કરવામાં આવશે. એ પણ નિર્દેશ આપવામાં આવ્યો કે ઉમેવદવારો પાસે પરિણામની જાહેરાત બાદ ટેક્નિકલ ટીમ દ્વારા ઈવીએમના માઇક્રો કન્ટ્રોલર પ્રોગ્રામની તપાસ કરવાનો વિકલ્પ હશે. જેને ચુંટણી જાહેરાતના સાત દિવસની અંદર કરી શકાશે.

આ નિર્ણય આપતા જસ્ટિસ ખન્નાએ કહ્યું, કે વીવીપેટ વેરિફિકેશનનો ખર્ચ ઉમેદવારને પોતે ઉપાડવો પડશે. જો કોઈ સ્થિતિમાં ઈવીએમમાં છેડછાડ પકડાઈ તો ખર્ચ પરત આપવામાં આવશે.

જણાવી દઈએ કે, માર્ચ 2023માં એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ 100 ટકા ઈવીએમ મત અને વીવીપેટની સ્લિપનું મેચિંગ કરવા માટે અરજી દાખલ કરી હતી. તેના પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે નિર્ણય સંભળાવ્યો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

હાલના સમયમાં વીવીપેટ વેરિફિકેશન અતંર્ગત લોકસભા વિસ્તારના દરેક વિધાનસભા વિસ્તારના માત્ર પાંચ મતદાન કેન્દ્રોના ઈવીએમ મત અને વીવીપેટની સ્લિપોને મેચ કરવામાં આવતી હતી. આ મહિનાની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે ચુંટણીમાં માત્ર પાંચ રેન્ડમલી રીતે પંસંદગી પામનાર ઈવીએમની ખરાઈ કરવાની જગ્યાએ તમામ ઈવીએમ મત અને વીવીપેટ સ્લિપોની ગણતરીની માંગ કરતી અરજી પર ઇસીઆઈએ નોટિસ જાહેર કરી હતી.

VVPAT શું છે?

ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) અને ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (ECIL)એ 2023માં VVPAT એટલે કે વોટર વેરિફિકેશન પેપર ઓડિટ ટ્રેલ મશીનને ડિઝાઇન કરી હતી. આ બંને તે જ સરકારી કંપનીઓ છે. જે ઈવીએમ એટલે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન પણ બનાવે છે.

VVPAT મશીનનો સૌપ્રથમ ઉપયોગ 2013ના નાગાલેન્ડ વિધાનસભા ચુંટણી દરમિયાન થયો હતો. ત્યાર બાદ 2014ની લોકસભા ચૂંટણીમાં કેટલીક સીટો પર પણ મશીન લગાવામાં આવ્યા હતા. ત્યાર બાદ 2017ની ગોવા વિધાનસભા ચૂંટણીમાં પણ તેનો ઉપયોગ થયો હતો.

2019માં લોકસભા ચૂંટણીમાં પહેલીવાર વીવીપેટ મશીનોનો ઉપયોગ આખા દેશમાં કરવામાં આવ્યો હતો. તે ચુંટણીમાં 17.3 લાખની વધુ વીવીપેટ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

કઈ રીતે કામ કરે છે મશીન?

વોટિંગ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે વીવીપેટને ઉપયોગમાં લેવામાં આવ્યું હતુ. આ મશીન ઇવીએમ સાથે કનેક્ટ રહે છે. મતદાતા મતદાન કરે એટલે કે એક સ્લિપ નિકળે છે. આ સ્લિપમાં તે ઉમેદવારનુ નામ અને ચુંટણી ચિન્હ હોય છે. જેને મતદાતાએ મત આપ્યો હોય.

VVPATની સ્ક્રીન પર આ સ્લિપ 7 સેકન્ડ સુધી દેખાય છે. જેથી મતદાન કરનાર યોગ્ય ઉમેદવારને મત ગયો છે કે નહિ તે ચેક કરી શકે. 7 સેકન્ડ બાદ સ્લિપ વીવીપેટમાં ડ્રોપ બોક્સમાં પડે છે.