ચાલો, આ દિવાળીએ આપણાં ઘરમાં ઉજાસ પાથરનારના ઘરનો અંધકાર કરીએ દૂર

ખબરી ગુજરાત ગુજરાત

Jagdish, Khabri Media Gujarat

Narmada : ગ્રામીણ વિસ્તારના નાના કારીગરોને પણ એક ઉત્તમ કક્ષાનું બજાર મળી રહે અને સ્થાનિક હાથ બનાવટની ઉત્પાદકતાને પ્રોત્સાહન મળે તેવા શુભ આશય સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વોકલ ફોર લોકલને ખૂબજ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જેથી છેવાડાના માનવી પણ જાતે બનાવેલી કે હાથ બનાવટની વસ્તુઓનું યોગ્ય બજારભાવ સાથે વેચાણ કરી રોજગારી પ્રાપ્ત કરી શકે.

દિવાળીનો તહેવાર આંગણે આવી ગયો છે ત્યારે રોશનીના ઝગમગાટ માટે દીવાનું પણ અનેરું મહત્વ હોય છે. ત્યારે નર્મદા જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં માટીકામ દ્વારા દીવડા-ઘોડાનું સર્જન ઉત્પાદન કરતા પ્રજાપતિ (કુંભાર) પરિવારોને રોજગારી માટે યોગ્ય બજાર પુરૂં પાડી રોજગારીનું સર્જન કરે છે. આ રીતે શહેરી વિસ્તારના લોકોને ઘર આંગણે હાથ બનાવટના દીવડા પુરા પાડી રાજપીપલાનો માછી પરિવાર રોજગારી મેળવી રહ્યો છે.

આ પણ વાંચો : Elvish Yadav Case Update: રેવ પાર્ટીમાંથી બચાવેલા સાપોની ઝેરીની ગ્રંથીઓ ગાયબ, કોબ્રાના દાંત ગાયબ

રાજપીપલામાં દીવડા, માટીના ઘોડા, માટીના વાસણો સહિતની ચીજવસ્તુઓનું વર્ષોથી વેચણ કરતા હરનીશભાઈ બચુભાઈ માછી જણાવે છે કે, જિલ્લાના ગામડાઓમાંથી સ્થાનિક લોકો આ વસ્તુઓ વધુ પસંદ કરે છે. જેઓ માટીકામ કરે છે અને માટીમાંથી વિવિધ ચીજવસ્તુઓ બનાવે છે તેમની પાસેથી અમે લોકો ખરીદી કરીએ છીએ અને બજારમાં વેચાણ કરી સ્થાનિક કારીગરો માટે રોજગારી સર્જન કરીએ છીએ. તેનાથી અમારૂં ઘર તો ચાલે જ છે પરંતુ શહેરી વિસ્તારમાં વસવાટ કરતા લોકોને પણ મનગમતી હાથ બનાવટની વસ્તુઓ ઘર આંગણે મળી રહે છે.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

કેન્દ્ર અને રાજ્ય સરકાર વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપીને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા તરફ નક્કર કદમ ઉઠાવી રહી છે. ત્યારે રાજપીપલાના ભદ્રેશભાઈ માછી જણાવે છે કે, દિવાળીના તહેવારમાં હાથ બનાવટના દીવડાનું ખાસ મહત્વ હોય છે અને લોકો પણ તેની ડીમાન્ડ વધુ કરતા હોય છે. ત્યારે નર્મદા જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો ગ્રામીણ વિસ્તાર હોય અનેક પ્રકારની હાથબનાવટની ચીજવસ્તુઓ બનાવતા કારીગરો-પરિવારો વસવાટ કરે છે. તેઓ પોતાના ઘરે જે માટીકામની વસ્તુઓ બનાવે છે તેની અમે ખરીદી કરી રાજપીપલામાં વેચાણ કરીને તેમને બજાર પુરૂં પાડીએ છીએ.

આ પણ વાંચો : Asia University Rankings 2024: ભારતની કેટલી યુનિવર્સિટીને મળ્યું સ્થાન?

ઉલ્લેખનીય છે કે, ‘પરિશ્રમને અજવાળીએ’ કેમ્પેઈન અંતર્ગત સમગ્ર રાજ્યમાં સ્થાનિકસ્તરે નાના વેપારીઓ માટે રોજગાર સર્જન થાય, આર્થિક સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય તેવા શુભ આશયથી આરંભાયેલું કેમ્પેઈન આગામી તા. 20મી નવેમ્બર, 2023 સુધી ચાલનાર છે. જેમાં નાના-મધ્યમ વેપારીઓના વેપારને પ્રોત્સાહન મળે તે માટે સ્થાનિક કારીગરો પાસેથી ચિજવસ્તુઓની ખરીદી કરી આર્થિક રીતે મદદરૂપ થવા નાગરિકોને પણ એક જાહેર અપીલ કરવામાં આવી રહી છે.