રાજકોટ શહેરી વિસ્‍તારમાં મકરસંક્રાંતિ અને તેની નજીકનાં દિવસોમાં બાળકો તેમજ મોટેરાઓ પતંગ અને દોરા લૂંટવા જાહેર માર્ગો ઉપર દોડાદોડી કરે છે.

મકરસંક્રાંતિને લઈને રાજકોટ પોલીસ કમિશ્નરે લાગુ કર્યા આ પ્રતિબંધાત્મક આદેશ

ખબરી ગુજરાત ગુજરાત

Rajkot News: રાજકોટ શહેરી વિસ્‍તારમાં મકરસંક્રાંતિ (Makar Sankranti) અને તેની નજીકનાં દિવસોમાં બાળકો તેમજ મોટેરાઓ પતંગ અને દોરા લૂંટવા જાહેર માર્ગો ઉપર દોડાદોડી કરે છે. જેના કારણે અકસ્માતો સર્જાય છે અને આમ રાહદારીઓને ગંભીર ઇજાઓ થાય છે. તેને નિવારવા અને ટ્રાફીકની અવર જવર અને અવરોધના નિવારણ અર્થે રાજકોટ પોલીસ કમિશ્નર (Rajkot Police Commissioner) રાજુ ભાર્ગવ દ્વારા તા. 16/01/2024 સુધી પતંગો ઉડાડવામાં સાવચેતી કે તકેદારી રાખવા નીચે દર્શાવ્યા મુજબના કૃત્યો કરવાની મનાઇ ફરમાવી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

કોઇ પણ વ્યકિતઓએ જાહેર રસ્તાઓ ઉપર પતંગો ઉડાડવા, કે ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાડવા પર, પતંગો કે દોરા લુંટવા, હાથમાં વાંસ કે ઝાંખરા કે તેવા પ્રકારનાં કોઇપણ સાધનો સાથે જાહેર માર્ગો ઉપર વાહનવ્યવહારને અવરોધ થાય, વીજળીના કે ટેલીફોનના તાર પર લંગર નાખવા અથવા અકસ્માત સર્જાય તેવી પ્રવૃત્તિ કરવા, ચાાઇનિઝ (નાયલોન) દોરાનો વપરાશ કે વેંચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ઉત્તરાયણના તહેવાર નિમિત્તે રાજયભરમાં લોકો દ્વારા ઉડાડવામાં આવતા ચાઇનીઝ તુક્કલથી જાહેર જનતા, પશુ, પંખી, જાહેર/ખાનગી મિલ્કત અને પર્યાવરણને ખૂબ નુકસાન થાય છે, જેને અટકાવવાના પગલાંરૂપે રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટના સમગ્ર વિસ્તારમાં સ્કાય લેન્ટર્ન (ચાઇનીઝ ટુક્કલ)ના ઉત્પાદન, વેચાણ કે ઉડાડાવા પર પ્રતિબંધ મુકયો છે.

કોઇ પણ વ્યક્તિ આ સમયગાળા દરમિયાન ચાઇનીઝ ટુક્કલનું ઉત્પાદન કે વેચાણ કરી શકશે નહીં. અને સામાન્ય પ્રજાજનો ચાઇનીઝ ટુક્કલ ઉડાડી શકશે નહીં. આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.

આ પણ વાંચો: ભુજના દહીંસરામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.