T20 World Cup 2024 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, કોને મળ્યું સ્થાન?

ખબરી ગુજરાત રમતગમત

T20 World Cup 2024 India Squad: T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઇન્ડિયામાં કોણ ઓपનિંગ કરશે. કોણ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરશે, ફાસ્ટ તેમજ સ્પિન બોલિંગની જવાબદારી કોને આપવામાં આવી છે. તેને લઈ બીસીસીઆઈ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો – ‘UP મેં હોતા તો ઉલ્ટા લટકા દેતે…’ કોના પર ગરમ થયા યોગીજી?

T20 World Cup 2024 India Squad: T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ અમદાવાદમાં લાંબા સમય સુધી ચાલેલા મંથમ બાદ ટીમની જાહેરાત કરી છે. ચીફ સિલેક્ટર અજીત અગરકરની અધ્યક્ષતાવાળી નેશનલ સિલેક્શન કમિટીએ ઘણાં ખેલાડીઓને લઈ ચર્ચા કરી, આખરે 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. ટી20 વર્લ્ડ કપ 1 જૂનથી અમેરિકા અને વેસ્ટઇન્ડીઝમાં શરૂ થઈ રહ્યો છે. ભારત પોતાના અભિયાનની શરૂઆત 5 જૂને ન્યુયોર્કથી આયરલેન્ડ સામે કરશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કર

ટીમમાં હાર્દિક પંડ્યાને મોટી જવાબદારી આપવામાં આવી છે. તેઓ ટી20 વર્લ્ડ કપમાં ઉપકેપ્ટનની જવાબદારી સંભાળશે. જ્યારે ટીમમાં વિકેટ કિપર તરીકે ઋષભ પંત અને સંજુ સેમસનને સ્થાન આપવામાં આવ્યું છે. ટીમમાં કેએલ રાહુલને તક મળી નથી. શુભમન ગિલ, રિંકુ સિંહને રિઝર્વના ભાગ રૂપે રાખવામાં આવ્યાં છે.

ટી20 વર્લ્ડ કપ 2024 માટે ભારતની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસવાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકિપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા (ઉપ કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, યુજવેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકિપર), મોહમ્મદ સિરાજ.

રિઝર્વ – શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહમદ, આવેશ ખાન

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો