સંસ્કારી નગરીમાં અસંસ્કારિતાની પરાકાષ્ટા, નિર્વસ્ત્ર થઈ ચાર મહિલાઓ

ખબરી ગુજરાત ગુજરાત

Vadodara Crime News : વડોદરાને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે. આ સંસ્કારી નગરીને શર્મસાર કરી દેતી એક ઘટના સામે આવી છે. અહીં સરાજાહેર ચાર મહિલાઓ નિર્વસ્ત્ર થઈ ગઈ હતી. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો…

આ પણ વાંચો : Weather Update : ફેબ્રુઆરી મહિનો લઈને આવશે માવઠુ

PIC – Social Media

Vadodara Crime News : વડોદરા નગરીને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ અહીં કારેલીબાગ વિસ્તારમાં એક શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ચોરીની ઘટનાને અંજામ આપ્યા પકડાઈ જતા ચાર મહિલાઓ જાહેરમાં નિર્વેસ્ત્ર થઈ રોડ પર ફરતી જોવા મળી હતી. એટલુ જ નહિ નિર્વસ્ત્ર મહિલાઓને લોકોએ માર માર્યો હોવાની અને નિવસ્ત્ર પરેડ કરાવી હોવી શરમજનક ઘટના સામે આવતા આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસના હાથ ધરી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મળતી માહિતી અનુસાર કારેલીબાગ વિસ્તારમાં ચાર મહિલાઓએ એક લોન્ડ્રીની દુકાનમાંથી રૂપિયાની ચોરી કરી ભાગતા દુકાનદારે પીછો કર્યો હતો. જોત જોતામાં લોકો ટોળે વળી ગયા હતા. તેમજ મહિલાઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ચોરી ને ઉપરથી સિના ચોરી કરતી હોય તેમ આ મહિલાઓ મારની બીકે સરાજાહેર નિર્વસ્ત્ર થઈ ગઈ હતી. આમ છત્તા હાજર લોકોએ મહિલાઓને બેરહમી પૂર્વક માર મારી નિર્વસ્ત્ર પરેડ કરાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

ઘટના અંગે એસીપી મોમાયાએ જણાવ્યું કે, અંબાલાલ પાર્ક વિસ્તારમાં ઇગ્લેન્ડ ડ્રાઇ ક્લિનીક નામની દુકાન આવેલી છે. બપોરના સમયે દુકાનનો માલિક ટિફીન લેવા માટે ઘરે ગયા હતા. દુકાનમાં કામ કરતા ઇકબાલ રફિકભાઇ ધોબી કપડામાં ઇસ્ત્રી કરી રહ્યા હતા. તે દરમિયાન 4 મહિલાઓ દુકાનમાં ધૂસી હતી. ચાર પૈકી બે મહિલાએ ઇસ્ત્રી કરી રહેલા ઇકબાલ ધોબી આગળ ગલ્લાની આડે ઉભી રહી હતી અને બે મહિલાએ ગલ્લામાંથી 25,000 સેરવી લીધા હતા. ચોરી બાદ ચારેય મહિલાઓ રફુચક્કર થઈ ગઈ હતી. ઇકબાલને શંકા જતાં ગલ્લામાં રકમ ન જણાતા તેણે પીછો કર્યો હતો અને અન્ય લોકો પણ તેઓની મદદે આવી ગયા હતા. ઇકબાલે લોકોને ચારે યુવતીએ ગલ્લામાંથી રૂપિયા 25 હજારની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

લોન્ડ્રી સંચાલકની ફરિયાદની આધારે ચાર મહિલાઓ વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. તમામ યુવતીઓ વડોદરાની રહેવાસી હોવાનું જણાવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર રોડ પર જાહેરમાં નિર્વસ્ત્ર મહિલાઓને સાથે મારામારી કરનાર ટોળા પર પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે. પોલીસે ઘટનાસ્થળ નજીકના સીસીટીવી ફૂટેજ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.