‘UP મેં હોતા તો ઉલ્ટા લટકા દેતે…’ કોના પર ગરમ થયા યોગીજી?

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Yogi Adityanath : પશ્ચિમ બંગાળમાં ચુંટણી પ્રચાર કરવા પહોંચેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતના અંદાજમાં ટીએમસી અને મમતા બેનર્જી પર પ્રહારો કર્યાં હતા.

આ પણ વાંચો – છત્તીસગઢમાં સુરક્ષા દળ અને નક્સલીઓ વચ્ચે અથડામણ, 7 નક્સલી ઠાર

PIC – Social Media

Yogi Adityanath : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લોકસભા ચુંટણી 2024ના પ્રચાર માટે પશ્ચિમ બંગાળના બહરામપુર પહોંચ્યા છે. અહીં તેઓએ રાજ્યના સીએમ મમતા બેનર્જી પર ભારે પ્રહારો કર્યા હતા. તેઓએ કહ્યું, કે પશ્ચિમ બંગાળના હિંસાખોરો જો ઉત્તર પ્રદેશમાં હોત તો તેને ઊંધા લટકાવીને એને એ બધુ શીખવાડત જે તેની સાત પેઢી સુધી યાદ રાખત.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કર

તેઓએ કહ્યું કે, ઉપદ્રવીઓ સામે પશ્ચિમ બંગાળની સરકારે કેમ કાર્યવાહી કરી નહિ? જો આ હિંસાખોરો ઉત્તર પ્રદેશમાં હિંસા કરત તો તેને ઊંધા લટકાવીને ઠીક કરી નાખત અને તેનો એવી હાલત કરી નાખત કે તેની 7 પેઢીઓ ભૂલી જાત કે હિંસા કઈ રીતે કરાય. આજે બંગાળ લોહીલોહાણ અને દિશાહિન કેમ છે. જેણે દેશને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન આપ્યુ હતુ. જે બંગાળે ગર્વથી હિન્દુ કહેવાનુ શીખવાડ્યુ હતુ, તે બંગાળમાં આજે હિન્દુ પરંપરા અને સંસ્કૃતિને કચડવાનો પ્રયત્ન સત્તાના સંરક્ષણાં કેમ થઈ રહ્યો છે?

સંદેશખાલી જેવી ઘટનાઓ બંગાળમાં કઈ રીતે બની રહી છે. એ પ્રશ્ન બંગાળ સરકારને પૂછવા આવ્યો છે. આજેનું બંગાળ સોનાર બાંગ્લા નથી. જેની કલ્પના સ્વતંત્રતા સેનાનીઓએ કરી હતી. બંગાળને હિંસાની આગમાં ધકેલવાનું કામ થઈ રહ્યું છે. બંગાળ આજે ષડયંત્રોનું શિકાર બન્યું છે.

યુપીમાં 7 વર્ષમાં એક પણ રમખાણ નથી થયું

સીએમ યોગી આદિત્યનાથે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસ અને ટીએમસી બંને બંગાળને લૂંટવાનું કામ કરી રહ્યાં છે. બંગાળ આજે રક્તરંજિત છે. આજથી સાત વર્ષ પહેલા યુપીની પણ આવી જ સ્થિતી હતી. આજે યુપીમાં તમે જોઈ શકો છો, છેલ્લા 7 વર્ષમાં એક પણ રમખાણ થયુ નથી. યુપીમાં કોઈ કર્ફ્યુ નથી લાગ્યો. આજે દીકરી અને વેપારીઓ બંને સુરક્ષિત છે. જે બંગાળથી સ્વામી વિવેકાનંદે ગર્વથી કહો આપણે હિન્દુ છીએનો સંદેશ આપ્યો હતો, તે બંગાળ આજે હિન્દુ વિહિન કરવાનું ષડયંત્રનો શિકાર બની રહ્યું છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

તેઓએ કહ્યું કે, માં દુર્ગાની પૂજા યુપીમાં પણ થાય છે. મોટા મોટા આયોજન અને પંડાલ લગાવામાં આવે છે. યુપીમાં રામનવમી અને નવરાત્રીના પ્રસંગે કોઈ રમખાણ નથી થતા પરંતુ બંગાળમાં વૈશાખી અને રામ નવમીમાં રમખાણો કેમ થાય છે?