'ગામડું' આ શબ્દ સાંભળતા જ જૂનું પુરાણું અને અસુવિધાવાળું ગામ હોય તેવો વિચારો મનમાં આવતા હોય છે, પરંતુ વિકસિત ભારતમાં હવે ગામડાઓ આધુનિક

Porbandar: 1400ની વસ્તી ધરાવતું હાઈટેક ગામડું કે જ્યાં છે મહાનગર જેવી સુવિધાઓ

ખબરી ગુજરાત ગુજરાત

Porbandar: ‘ગામડું’ આ શબ્દ સાંભળતા જ જૂનું પુરાણું અને અસુવિધાવાળું ગામ હોય તેવો વિચારો મનમાં આવતા હોય છે, પરંતુ વિકસિત ભારતમાં હવે ગામડાઓ આધુનિક ટેકનોલોજીના સહારે હાઈટેક (Hi-tech village Vanana) બન્યા છે, તો લોકોની સુખાકારીના સ્વપ્ન સેવતા પોરબંદર જિલ્લાના વનાણા ગામના સરપંચના એક વિચારે ગામની તસવીર બદલી દીધી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

પોરબંદર નજીક માત્ર 1400 લોકોની વસ્તી ધરાવતા વનાણા ગામમાં રીવર ફ્રન્ટ બનાવવામાં આવતા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, અને અનેક ગામડા માટે આ ગામ પ્રેરણાસ્ત્રોત બન્યું છે.

ગામની સંપત્તિ જ ગામની સુખાકારી બની

વનાણા ગામના સરપંચ કારી બેન સરમણભાઈ કોડિયા તરે જણાવ્યું હતું કે તેઓને લોકોની સુખાકારી માટે એક વિચાર આવ્યો હતો કે શહેરમાં રિવરફ્રન્ટ હોય તો ગામડામાં કેમ નહીં.

આ વિચારને ધ્યાને રાખી તેઓએ અન્ય લોકો સાથે વાત કરી હતી અને ગામડાના લોકો પણ રિવરફ્રન્ટની મજા માણી શકે તે હેતુથી વનાણા ગામ પાસેના ખરાબામાં રિવરફ્રન્ટ બનાવવાનો વિચાર મિટિંગમાં પણ રજૂ કર્યો.

અને તમામ લોકોએ આ વિચારને આવકાર્યો અને ડિસેમ્બર 2022માં રિવરફ્રન્ટ નું કામ શરૂ કરવામાં આવ્યું અને આ કામ જૂન 2023 માં પૂર્ણ કરવામાં આવ્યું ગત 10-8-2023 ના રોજ રીવર ફ્રન્ટ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

વનાણા ગામના ઉપસરપંચ શામજીભાઈ રામજીભાઈ મોકરીયાએ મીડિયાને જણાવ્યું હતું કે સરપંચને આ વિચાર આવ્યો જે સરાહનીય છે વેસ્ટ જગ્યામાંથી તેઓએ બેસ્ટ બનાવી આ તમામ કાર્યમાં મનરેગા યોજના અંતર્ગત લેન્ડ ડેવલોપમેન્ટ તથા વોલીબોલ ગ્રાઉન્ડ અને માઇક સિસ્ટમ નાણાપંચ ગ્રાન્ટમાંથી અને સીસીટીવી કેમેરા બાળકોની રાઇડ્સ તથા રિવરફ્રન્ટ ફરતે વાંસની દીવાલ સ્વભંડોળમાંથી ખર્ચ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત બાંકડાઓ દાતા ઓ તરફથી મળ્યા છે, રિવરફ્રન્ટ બે એકરમાં ફેલાયેલ છે. ત્યારે ગામડાના લોકો એકસંપથી કામ કરે છે. અને મનરેગા યોજના થકી ગામના 70થી 80 લોકોને આ કામમાં મજૂરી મળી છે.

સામાન્ય રીતે ગામડામાં વૃદ્ધો ગામના પાદરે બેઠા હોય છે, પરંતુ હવે વનાણા ગામના વૃદ્ધો અહીં બાળકો સાથે આવે છે. અને ગામ સીસીટીવી કેમરાથી સજ્જ છે, તથા મ્યુઝિક સિસ્ટમનું સંગીત સાંભળી ખુશીથી સમય પસાર કરે છે.

ગામમાં યુવાનો માટે પુસ્તકાલય બન્યું ઉપયોગી

1400 લોકોની વસ્તી ધરાવતા વનાણા ગામમાં રિવરફ્રન્ટ સહિત અનેક સુવિધાઓ છે, ત્યારે અહીં સારું એવું પુસ્તકાલય પણ છે જેથી યુવાનોને તે મદદરૂપ પણ થઈ રહ્યું છે. અને વધુમાં વધુ સુવિધા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.

હવે રિવરફ્રન્ટની મજા માણવા પોરબંદર નહીં જવું પડે

વનાણા ગામના રહેવાસી ખીમજીભાઈ કચરાભાઈ ઓડેદરાએ મીડિયાને જણાવ્યું હતું કે, વનાણા ગામમાં રિવરફ્રન્ટ બનતા અમને ખૂબ જ ખુશી થઈ છે, પહેલા બાળકો અને પરિવાર સાથે પોરબંદર રિવરફ્રન્ટમાં જવું પડતું હતું. પરંતુ હવે અમારા ગામમાં જ રિવરફ્રન્ટ બનતા અમને ખૂબ ખુશી થઈ રહી છે.

અને બાળકો અને પરિવાર સાથે અહીં આવી એ છીએ અમે ખુશી અનુભવીએ છીએ. યુવાનો માટે વોલીબોલની સુવિધા બાળકોને રાઇડ્સની મજા અહીં ગામડામાં જ સંપૂર્ણ આનંદ મળી રહ્યો છે, જે બદલ અમે સરપંચનો આભાર માનીએ છીએ.

ગામ પંચાયતની વિવિધ લોક ઉપયોગી સુવિધાઓ

1,ગામ આખાના દરેક ઘરના વોટ્સએપ ગૃપ દ્વારા સરકારની યોજનાઓ, મિટિગો, કેમ્પોની જાણકારી.

2,નાના માણસોને લગતા તમામ કામો દા.ત ઓનલાઇન/ઓફ લાઈન ફોર્મ ભરવા,7/12 8/અના દાખલા, આવકના ફોટાવાળા દાખલા, રેશનકાર્ડને લગતી કામગીરી, સહાયોના ફોર્મ, ખેડુતો યોજનાના ફોર્મ વગરે બિલકુલ ફ્રીમાં VCE દ્વારા ભરી આપવામાં આવે છે.

3, ગામ આખામાં સીસી રોડ.

4,સી સી ટીવી કેમેરા.

5, લાયબ્રેરી.

6, પીવાનું પુરતું પાણી.

7, દરોજ સફાઈ કામદાર દ્વારા સફાઇ.

8,વૃદ્ધો હરવા ફરવા,બાળકો ને રમવા મ્યુઝિક સિસ્ટમ સાથેનું રીવરફ્રન્ટ.

આ પણ વાંચો: માયાવતીએ પોતાનો ઉત્તરાધિકારી કર્યો જાહેર

9,ગામ આખા મા મ્યુઝિક સિસ્ટમ/એલાઉસમેન્ટ માઈક સીસ્ટમ.

10, સ્માર્ટ ક્લાસ દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ આપતી સ્માર્ટ શાળા પણ છે. આથી આ ગામડું હાઈટેક ગામડું કહી શકાય.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.