અયોધ્યા જઈ રહ્યાં છો? તો અહીં જુઓ, હોટલ્સ અને ધર્મશાળાઓની યાદી

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Hotels and Resorts in Ayodhya : અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ રામમંદિરનો (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ મંદિરને જાહેર જનતા માટે ખુલુ મુકવામાં આવશે. જો તમે પણ રામ મંદિરના દર્શનની યોજના બનાવી રહ્યાં છો, તો અહીં અમે આપના માટે કેટલીક હોટલ્સ (Hotels), રિસોર્ટ (Resorts) અને ધર્મશાળાઓ (Dharmshala)ની જાણકારી શેઅર કરી છે.

આ પણ વાંચો : 24 December : જાણો, આજનો ઈતિહાસ

PIC – Social Media

ભગવાન રામની નગરી અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024નું નવનિર્મિત રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થનાર છે. તેને લઈ દેશભરના લોકોમાં ઉત્સાહનો માહોલ છે. દરેક લોકો ભગવાન રામના નવનિર્મિત રામ મંદિરના દર્શન કરવા ઇચ્છુક છે. એવામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચે તેવી અપેક્ષા સેવાઈ રહી છે. 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમોને ભવ્ય બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જણાવી દઈએ કે અયોધ્યામાં 2.7 એકરમાં રામ મંદિર બની રહ્યું છે, તેની ઊંચાઈ આશરે 162 મીટર હશે. આખા પરિસરમાં ભગવાન રામના મંદિર સાથે અન્ય 6 મંદિર પણ બનાવવામાં આવી રહ્યાં છે. મંદિરના મુખ્ય પ્રવેશદ્વારને સિંહ દ્વાર તરીકે ઓળખવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ જ્યારે જાહેર જનતા માટે મંદિર ખુલ્લુ મુકવામાં આવશે ત્યારે દરરોજ દોઢ લાખ શ્રદ્ધાળુ આવે એવી અપેક્ષા સેવાઈ રહી છે. એવામાં જો તમે પણ ભગવાન રામના આ ભવ્ય મંદિરના દર્શન કરવાની યોજના બનાવી રહ્યો છો તો અમે આપને એવી કેટલીક હોટલ અને ધર્મશાળાઓ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ કે જ્યાં તમે રોકાણ કરી શકો છો.

શ્રીરામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્રની વેબસાઇટમાં હોટલ્સ, રિસોર્ટ અને ધર્મશાળાનું આખુ સરનામું અને ફોન નંબર શેઅર કરવામાં આવ્યાં છે. જેથી શ્રદ્ધાળુઓને અયોધ્યામાં કોઈપણ પ્રકારની હાલાકીનો સામનો ન કરવો પડે.

અહીં જુઓ અયોધ્યામાં હોટલ્સ, રિસોર્ટ અને ધર્મશાળાની આખી યાદી

રોયલ હેરિટેજ હોટેલ- NH 27 સરયુ બ્રિજ પાસે, અયોધ્યા (81888290901)
બેદી ડ્રીમલેન્ડ હોટેલ- NH 27 સરયુ બ્રિજ પાસે, અયોધ્યા (84000334035)
અવધ સનશાઈન પેલેસ- NH 27 સરયુ બ્રિજ પાસે, અયોધ્યા (9151547575)
સૂર્યા પેલેસ- ભાનુમતી રોડ અયોધ્યા બાયપાસ (9838771777)
હોટેલ રામાયણ- બૂથ નંબર 7 શાહનવાજપુર માંઝા દર્શન નગર અયોધ્યા- 224135 (6386902021)
તારાજી રિસોર્ટ- સાકેત પુરી યોજનાની સામે, દેવકાલી બાયપાસ ક્રોસિંગ. NH 27 અયોધ્યા (7311160000)
હોટેલ પંચશીલ- દેવકાલી બાયપાસ ક્રોસિંગ પાસે, સાકેત પુરી યોજનાની સામે, દેવકાલી બાયપાસ ક્રોસિંગ, NH 28 અયોધ્યા (7706829463, 9984074000)
તિરુપતિ- સિવિલ લાઇન ફૈઝાબાદ 001, અયોધ્યા (8874210002)
ક્રિષ્ના પેલેસ- 1/13/357, સિવિલ લાઇન્સ અયોધ્યા (8874210002)
રામપ્રસ્થ- નવો ઘાટ અયોધ્યા (8115000097)

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

નોંધ – આ તમામ હોટલ્સ, રિસોર્ટ અને ધર્મશાળાઓ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર હેઠળ આવતી નથી. એવામાં તેનું બુકિંગ શ્રદ્ધાળુઓએ અલગથી પોતાની સગવડતા અનુસાર કરાવવાનું રહેશે.

આ તમામ હોટલ્સ, રિસોર્ટ અને ધર્મશાળાઓની જાણકારી અહીં માત્ર એટલા માટે શેઅર કરવામાં આવી છે જેથી શ્રદ્ધાળુઓને અયોધ્યામાં કોઈ હાલાકીનો સામનો ન કરવો પડે.

આ હોટલ્સ અને ધર્મશાળાઓનું ભાડું શ્રદ્ધાળુઓએ પોતે જ આપવાનું રહેશે.