મણિપુર હિંસા કેસમાં સીબીઆઈ (CBI)એ પોતાની કાર્યવાહી તેજ કરી છે. મણિપુરમાં જાતિય હિંસા દરમિયાન 15 જુલાઈના રોજ કેબી ગામમાં ટોળા દ્વારા 55 વર્ષીય નાગા મહિલાની હત્યા કરવામાં

Manipur violence: નાગા મહિલાની હત્યા કેસમાં CBIએ 9 લોકોને આરોપી બનાવ્યા, ચાર્જશીટ કરી દાખલ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Manipur violence: મણિપુર હિંસા કેસમાં સીબીઆઈ (CBI)એ પોતાની કાર્યવાહી તેજ કરી છે. મણિપુરમાં જાતિય હિંસા દરમિયાન 15 જુલાઈના રોજ કેબી ગામમાં ટોળા દ્વારા 55 વર્ષીય નાગા મહિલાની હત્યા (Naga woman murder case) કરવામાં આવી હતી. સીબીઆઈએ આ કેસમાં નવ લોકો સામે ચાર્જશીટ દાખલ (Filed charge sheet) કરી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

નવ લોકો સામે ચાર્જશીટ દાખલ

અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે ગુવાહાટીની વિશેષ સીબીઆઈ કોર્ટ સમક્ષ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જેમાં સીબીઆઈએ નવ લોકો પર ગુનો કરવાનો આરોપ મૂક્યો છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

લમલાઈ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો

તમને જણાવી દઈએ કે આ ઘટના અંગે સૌથી પહેલા ઈમ્ફાલ ઈસ્ટના લમલાઈ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. બાદમાં, મણિપુર સરકારની વિનંતી પર, તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવામાં આવી હતી. આ પછી CBIએ તપાસ શરૂ કરી.

આ પણ વાંચો: PM મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે કરી વાત, કહ્યું- ચૂંટણી જીતતા પહેલા લોકોના દિલ જીતવા જરૂરી છે.

સીબીઆઈના પ્રવક્તાએ કહ્યું કે આ કેસમાં સામેલ અન્ય આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે અને વધુ તપાસ ચાલી રહી છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.