સિંચાઇની દ્રષ્ટિએ સૌરાષ્ટ્રની સૌથી મોટા ભાદર-1 ડેમ (Bhadar Dam) ની કેનાલ મારફત શિયાળું પાક (Winter crops)ના પિયત માટે પાણી છોડવામાં આવ્યું છે. આ કેનાલ દ્વારા રાજકોટ (Rajkot) અને જૂનાગઢ (Junagadh) જિલ્લાના 46 ગામોની 26842 હેક્ટર જમીનને સિંચાઇનુ પાણી પૂરુ પાડવામાં આવે છે.

ભાદર-1 ડેમમાંથી શિયાળું પાકના પિયત માટે છોડવામાં આવ્યું પાણી

ખબરી ગુજરાત ગુજરાત

Rajkot: સિંચાઇની દ્રષ્ટિએ સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર-1 ડેમ (Bhadar Dam) ની કેનાલ મારફત શિયાળું પાક (Winter crops)ના પિયત માટે પાણી છોડવામાં આવ્યું છે. આ કેનાલ દ્વારા રાજકોટ (Rajkot) અને જૂનાગઢ (Junagadh) જિલ્લાના 46 ગામોની 26842 હેક્ટર જમીનને સિંચાઇનુ પાણી પૂરુ પાડવામાં આવે છે. આ ડેમ ઈસ 1954માં 454.75 લાખના ખર્ચથી બનાવવામાં આવેલ હતો. ભાદર-1 ડેમ કે જેની 6648 એમસીએફટી પાણી સમાવવાની ક્ષમતા ધરાવવા સાથે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ છે. જ્યારે આ ડેમની કેનાલ સૌરાષ્ટ્રની સૌથી મોટી કેનાલ છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

જેમાં ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં અનિયમિત વરસાદ પડતા મોટા ભાગનો પાક નિષ્ફળ ગયો અથવા તો બગડી ગયો છે. ચોમાસુ પાક નિષ્ફળ જતા ખેડૂતો રવિ પાક પર આશા રાખીને બેઠા છે. ત્યારે ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો આજે ભાદર સિંચાઈ વિભાગ દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. રવિ સીઝન માટે પાણી સિંચાઈનુ છોડવામા આવતા ઘઉ ધાણા જીરૂના વાવેતર માટે ખુબજ ઉપયોગી થશે

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ અંગે ડેમના ઈજનેર મિતેષ મોવલીયાએ જણાવેલ કે, 34 ફૂટની સપાટી ધરાવતા ભાદર ડેમમાં હાલ 31.50 ફૂટ પાણી 5400 એમસીએફટી પાણીનો હયાત જથ્થો હોય તેમાંથી બે હજાર એમસીએફટી જથ્થો સિંચાઈ માટે અનામત રાખેલ હતો. 27 હજાર હેકટર સિંચાઈની જમીનમાંથી આઠ હજાર હેકટરનું આયોજન કરેલ જેમાં હાલ પાંચ હજાર જેટલા ખેડૂતોના પિયત માટેના ફોર્મ ભરાતા આજે કેનાલ છોડવામાં આવી હતી. અને રવિ પાક માટે છ પાણ આપવામાં આવશે.

આ પણ વાંચો: Uttarkashi: મહેનત લાવશે રંગ, જલ્દી બહાર આવશે ટનલમાં ફસાયેલા કામદાર

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.