રામ મંદિરમાં ગુજરાતનું મહત્વનું યોગદાન, રાજકોટની કંપનીએ ધ્વજ તૈયાર કર્યો

ખબરી ગુજરાત ધર્મ

રેંક એલોય કંપનીના માલિક રાજેશ મનવરને રામ મંદિરમાં ધ્વજ લગાવવા બદલ દંડનો ઓર્ડર મળ્યો હતો. તેમણે કોઈપણ પ્રકારના મિશ્રણ વગર કોપર અને ઝિંકનો ઉપયોગ કરીને ફ્લેગપોલ બનાવ્યો છે. જેમાં મુખ્ય ધ્વજ માટે 21 ફૂટના 6 નાના થાંભલા બનાવવામાં આવ્યા છે. આ ફ્લેગપોલનું કાસ્ટિંગ 1200 RPM પર ફરતા મશીનમાં સેન્ટ્રીફ્યુગલ ડાયકાસ્ટિંગનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઆંબાના પાકમાં મધીયાનો ઉપદ્રવ અટકાવવા આ કરો ઉપાય

અયોધ્યાના રામ મંદિરમાં ધ્વજ ફરકાવવા માટેનો પોલ રાજકોટની એક કંપનીમાં બનાવવામાં આવ્યો છે. જે શ્રી રામ મંદિરમાં ગુજરાતનું મહત્વનું યોગદાન બની ગયું છે. રાજકોટની શેપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝમાં રેન્ક વન એલોય નામની ફેક્ટરીએ આ ફ્લેગપોલ તૈયાર કર્યો છે. જેનું વજન 5.5 ટન છે. તેને અયોધ્યાના 161 ફૂટ ઊંચા રામલલ્લા મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે અને તેના પર શ્રી રામનો ધ્વજ ફરકાવવામાં આવશે.

રેન્ક એલોય કંપનીના માલિક રાજેશ મણવરને ઓર્ડર મળ્યો હતો. તેમણે કોઇ પણ પ્રકારના મિશ્રણ વિના કોપર અને ઝીંકનો ઉપયોગ કરીને ધ્વજદંડ બનાવ્યો છે. જેમાં મુખ્ય ધ્વજ ઉપરાતં 21 ફૂટના 6 નાના દંડ બનાવાયા છે. આ ધ્વજદંડનું કાસ્ટિંગ 1200 RPM પર ફરતા મશીનમાં સેન્ટ્રીફ્યુગલ ડાયકાસ્ટિંગના ઉપયોગથી કરવામાં આવ્યું છે. 22 જાન્યુઆરીએ અયોધ્યા મંદિરમાં ભગવાન શ્રી રામ બિરાજમાન થવાના છે. જેને લઇ દેશમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે રાજકોટની કંપનીએ ધ્વજદંડ તૈયાર કરીને મહત્વનો ફાળો આપ્યો છે.