મકરસંક્રાંતિ પર્વ નજીક આવી રહ્યું છે, વીજ પોલ, તાર કે લાઈનના કારણે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે પીજીવીસીએલ-જૂનાગઢ દ્વારા રાખવાની થતી સાવચેતી વિશે માર્ગદર્શક સૂચનો બહાર પાડ્યા છે.

પતંગ ઉડાડતા પહેલા રાખજો કાળજી, PGVCL દ્વારા મકરસંક્રાંતિ પર્વને લઈને માર્ગદર્શક સૂચનો

ખબરી ગુજરાત ગુજરાત

Junagadh News: મકરસંક્રાંતિ પર્વ નજીક આવી રહ્યું છે, વીજ પોલ, તાર કે લાઈનના કારણે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે પીજીવીસીએલ-જૂનાગઢ દ્વારા રાખવાની થતી સાવચેતી વિશે માર્ગદર્શક સૂચનો બહાર પાડ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં લોકલ એનેસ્થેસિયા પર પ્રથમ ઓપરેશન

પતંગ કે દોરી વીજળીના થાંભલા કે, તારમાં ફસાઈ જાય તેને લેવા માટે થાંભલા પર ચડશો નહીં. વીજળીના તાર કે કેબલને અડકશો નહીં. વીજળીના વાયર કે તાર ઉપર પડેલ પતંગ લેવા લંગર નાખશો નહીં, તેમ કરવાથી વીજળીના તાર ભેગા થતા મોટા ભડાકા થવાની કે તાર તૂટી જવાની કે અકસ્માત થવાની તેમજ વીજ વપરાશના સાધનો બળી જવાની સંભાવના રહે છે. થાંભલા કે વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા માટે તાર કે લોખંડના સળિયાનો ઉપયોગ જીવલેણ નિવડી શકે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ધાતુના તાર કે મેગ્નેટિક ટેપ બાંધીને પતંગ ઉડાડશો નહીં, તેમ કરવાથી વીજળીના તારને અડકતા વીજળીનો આંચકો લાગવાની અને અકસ્માતની સંભાવના છે. નજીવી કિંમતના પતંગ માટે આપની અનમોલ કીંમતી જિંદગી જોખમમાં ન મુકાય તેનો ખ્યાલ રાખો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ચાઈનીઝ દોરાનો ઉપયોગ કરવો નહીં તેનાથી વીજળીના વાયર કપાઈ શકે છે, જેથી અંધાર પટ તેમજ વીજ અકસ્માત થઈ શકે છે. વીજ વાયરો પસાર થતા હોય તેની સાવ નજીકથી પતંગ ઉડાડશો નહીં. તેવા માર્ગદર્શક સૂચનો જૂનાગઢ પીજીવીસીએલના અધિક્ષક ઈજનેરની યાદીમાં જણાવાયું છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.