મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં તા. 30/01/2024ને મંગળવારના સવારે 11 કલાકે જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા મથકે યોજાશે

Junagadh: જૂનાગઢમાં યોજાશે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ

ખબરી ગુજરાત ગુજરાત

Junagadh News: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં તા. 30/01/2024ને મંગળવારના સવારે 11 કલાકે જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા મથકે યોજાશે અને તા. 29/01/2024ને સોમવારે સવારે 11 કલાકે દરેક તાલુકા મથકે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. લોકોને જિલ્લા મથકે આવવું ન પડે તે માટે ગામના તલાટીને દર મહિનાની દિન-10 સુધીમાં તેમના પડતર પ્રશ્નો રજૂ કરી શકાશે.

આ પણ વાંચો: પતંગ ઉડાડતા પહેલા રાખજો કાળજી, PGVCL દ્વારા મકરસંક્રાંતિ પર્વને લઈને માર્ગદર્શક સૂચનો

જિલ્લા કક્ષાએ નિકાલ કરવા પાત્ર હોય તેવા પડતર પ્રશ્નો કલેક્ટર કચેરી, જૂનાગઢ અને તાલુકા તથા ગ્રામ કક્ષાએ નિકાલ કરવા પાત્ર હોય તેવા પ્રશ્નો અરજદારોએ તાલુકા મામલતદાર કચેરી અને ગ્રામ પંચાયત કચેરીને તા. 10/01/2024 સુધીમાં સીધા પણ રજૂ કરી શકશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મુદ્દત બાદની અરજી, અસ્પષ્ટ રજૂઆતવાળી અરજી, એક કરતા વધુ વિભાગ, કચેરીના પ્રશ્નો, સુવાચ્ય ન હોય તેવી અરજી, નામ-સરનામા વગરની અરજી, વ્યક્તિગત આક્ષેપોવાળી અરજી, નિતિ-વિષયક પ્રશ્નો, ચાલુ સરકારી કર્મચારીઓના સેવા વિષયક પ્રશ્નો, કોર્ટ મેટર, દિવાની પ્રકારની ખાનગી તકરારો, અપીલ થવા પાત્ર કેસો વાળી અરજી, અરજદારને સ્વયં સ્પર્શતા ન હોય તેવા પ્રશ્નો, અરજદારે તેમની રજૂઆત અંગે સંબંધીત કચેરી/ખાતાનો એકપણ વાર સંપર્ક કર્યા સિવાય પ્રથમ વખત સીધા જ આ કાર્યક્રમમાં રજૂ કરેલ પ્રશ્નો, અગાઉના સ્વાગતા કાર્યક્રમમાં રજૂ થયેલ પ્રશ્નો સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહીં.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

જૂનાગઢ જિલ્લા કક્ષાના પ્રશ્નો જિલ્લા કલેક્ટર કચેરી, જૂનાગઢ ખાતે તા. 30/01/2024ને મંગળવારના રોજ સવારે 11 કલાકે કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટર અને સંબંધિત ખાતાના અધિકારીઓ અરજદારોને સાંભળશે. જ્યારે તાલુકા કક્ષાના પ્રશ્નો મામલતદાર કચેરી ખાતે તા. 29/01/2024 સોમવારના રોજ સવારના 11 કલાકે મામલતદાર અને સંબંધિત ખાતાના અધિકારીઓ અરજદારોને સાંભળશે તેમ જૂનાગઢ જિલ્લા નિવાસી અધિક કલેક્ટરની યાદીમાં જણાવાયું છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.