જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના યુવા સર્જન ડો. કેતન કે. પરમારે આજે 75 વર્ષના વૃદ્ધાના થાપાનો ભાંગેલો ગોળો માત્ર 7 મિનિટમાં બદલાવી

Junagadh: ગુજરાતમાં લોકલ એનેસ્થેસિયા પર પ્રથમ ઓપરેશન

ખબરી ગુજરાત ગુજરાત

Junagadh: જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના યુવા સર્જન ડો. કેતન કે. પરમારે આજે 75 વર્ષના વૃદ્ધાના થાપાનો ભાંગેલો ગોળો માત્ર 7 મિનિટમાં બદલાવી જનરલ એનેસ્થેસિયા આપ્યા વગર માત્ર લોકલ એનેસ્થેસિયા કરીને સફળતાપૂર્વક સર્જરી કરતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલને મોટી સિદ્ધિ હાંસલ થઈ છે. ગુજરાતમાં આ પ્રકારનું પ્રથમ ઓપરેશન થયાનું તબીબ જણાવે છે.

આ પણ વાંચો: લોધિકામાં દિવ્યાંગ લાભાર્થીઓ માટે યોજાયો કેમ્પ

30 વર્ષના ડો. કેતન પરમાર જૂનાગઢના રહીશ છે અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગમાં આસિસ્ટંટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તેઓએ પોસ્ટ ગ્રેજ્યુએશન એમ. એસ. અમદાવાદ શારદાબેન હોસ્પિટલ ખાતે કરેલ છે.

તસવીર: ડો. કેતન પરમાર

આજે કરાયેલા સફળ ઓપરેશન અંગે ડો. કેતન પરમારે જણાવ્યું હતું કે, થાપાના ગોળાનું ઓપરેશન કરવામાં સામાન્ય રીતે અડધો કલાક જેટલો સમય થતો હોય છે એટલે તે લોકલ એનેસ્થેસિયા પર એટલે કે માત્ર એટલા ભાગ પૂરતી ચામડી ખોટી કરીને આ પ્રકારનું ઓપરેશન ક્યારેય થતું નથી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

પરંતુ તેઓએ અગાઉ જનરલ એનેસ્થેસિયા આપીને 500 જેટલા ઓપરેશનો કર્યા હોય અને ગોળો બદલવવાની સર્જરીમાં ઓછામાં ઓછો સમય લાગે તેવી કુશળતા હાંસલ કરતા અને 7 મિનિટમાં આ ઓપરેશન તેઓ કરી નાખતા હોવાથી આજે પ્રથમ વખત તેઓએ માત્ર લોકલ એનેસ્ટથેસિયા આપીને 75 વર્ષના વૃદ્ધાના ભાંગેલા થાપાના ગોળાને બદલાવી બાયો પોલાર હેમી અર્થો પ્લાસ્ટિની સફળ સર્જરી કરી હતી.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જનરલ એનેસ્થેસિયા એટલે કે સ્પીનલ એનેસ્થેસિયા આપીને જ્યારે ઓપરેશન કરવામાં આવે છે ત્યારે દર્દીને છ કલાક પહેલા અને ઓપરેશન પછી છ કલાક સુધી સામાન્ય રીતે ભૂખ્યા પેટે રહેવું પડે છે.

આ ઉપરાંત ડાયાબિટીસ હાયપરટેન્શન સહિતના મલ્ટી ડીસીઝ હોય તો કેટલીક કાળજી અને તકેદારી રાખવી પડે છે અને કેટલાક સંજોગોમાં જોખમ પણ રહેલું છે. કેટલાક પૂર્વ પરીક્ષણો પણ કરવા પડે છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ પ્રકારના ઓપરેશનમાં માત્ર ચોક્કસ ભાગની ચામડીને જ લોકલ એનીસ્થેસિયાથી ખોટી કરવાની હોવાથી કોઈ મોટું જોખમ રહેલું નથી અને કોમ્પ્લિકેશન ખૂબ ઘટાડી શકાય છે. તેઓએ જણાવ્યું હતું કે, જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને આ પ્રકારના ઓપરેશનથી મોટી રાહત થશે. હાલ જે 75 વર્ષના વૃદ્ધાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે તેમની તબિયત સંપૂર્ણ સ્વસ્થ છે.

ડો.કેતન પરમારને આ સિદ્ધિ બદલ ઓર્થોપેડિક વિભાગના વડા ડો. પાલા, મેડિકલ કોલેજના સુપ્રિટેન્ડેન્ટ તેમજ અન્ય તબીબોએ અભિનંદન આપ્યા હતા.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.