લગ્ન પ્રસંગ દરમિયાન આતશબાજીએ લીધો પરિવારનો ભોગ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Bihar Fire News : બિહારના દરભંગામાં મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં એક ઘરમાં લગ્ન પ્રસંગ દરમિયાન આતશબાજીના તણખાથી આગ લાગી ગઈ હતી. જોતજોતામાં આગે વિકારાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. આગના કારણે ઘરમાં રાખેલા ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં એક જ પરિવારના 6 લોકો મોત થયા છે.

આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 માટે બીજા તબક્કાનું મતદાન શરૂ

PIC – Social Media

Bihar Fire News : બિહારના દરભંગામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં લગ્નમાં આતશબાજીના કારણે એક ઘરમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં એક જ પરિવારના 6 લોકોના કરૂણ મોત થયા છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

જાણકારી અનુસાર, આ ઘટના દરભંગા જિલ્લાના અલીનગર પ્રખંડના અંટોર ગામની છે. અહી ગામમાં એક લગ્નપ્રસંગ હતો. ખુશીનો પ્રસંગ હો લગ્નમાં લોકો આતશબાજી કરી રહ્યાં હતા. તે દરમિયાન આતશાબાજીનો એક તીખારો ઘરમાં પડતા આગ લાગી હતી. જોતજોતામાં આગ એટલી પ્રસરી ગઈ કે તેના પર કાબુ મેળવવો મુશ્કેલ બન્યો હતો.

ઝડપથી પ્રસરેલી આગ ગેસ સિલિન્ડર સુધી પહોંચી ગઈ અને થોડીવાર પછી સિલિન્ડરમાં ભારે વિસ્ફોટ થયો હતો. તેના કારણે દરવાજા નજીક રાખેલા ડિઝલના ડ્રમમાં પણ આગા લાગી હતી. જેના કારણે ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા. જોતજોતામાં આખુ ઘર આગની જ્વાળાઓ વચ્ચે ઘેરાઇ ગયુ.

ચારે બાજુ અફરાતફરી મચી ગઈ. લોકો જીવ બચાવવા આમતેમ ભાગવા લાગ્યા. આખા ઘરમાં સામાન સળગીને રાખ થઈ ગયો. તે દરમિયાન આસપાસના વિસ્તારમાં ભયાનક માહોલ સર્જાયો હતો. દૂર દૂર સુધી આગની જ્વાળાઓ જોઈ શકાતી હતી. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ દુર્ઘટનામાં એક જ પરિવારના 6 લોકો આગની ઝપેટમાં આવી જતા તેઓના મોત થયા છે. આ મામલે ડીએમ રાજીવ રોશને કહ્યું કે ઘટનાની તપાસ માટે ટીમને રવાના કરવામાં આવી છે.