દક્ષિણ આફ્રિકામાં પુલ પરથી ખાબકી બસ, 45 લોકોના મોત

આંતરરાષ્ટ્રીય ખબરી ગુજરાત

South Africa Bus Accident : દક્ષિણ આફ્રિકામાં એક ભયંકર દુર્ઘટના સર્જાઇ છે. ઇસ્ટર સેલિબ્રેશન માટે લોકો બોત્સવાના લઈને જતી બસ ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં આશરે 45 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો – બિલ ગેટ્સે લીધો પીએમ મોદીનો ઇન્ટરવ્યુ, જાણો શું થઈ ચર્ચા

PIC – Social Media

South Africa Bus Accident : દક્ષિણ આફ્રિકામાં ગુરુવારે, ઇસ્ટરની ઉજવણી માટે લોકોને લઈ જતી બસ પુલ પરથી નીચે ખાબકી હતી. બ્રિજ પરથી પડી જતાં બસમાં આગ લાગી હતી, જેના પરિણામે ઓછામાં ઓછા 45 લોકોના કરુણ મોત થયા હતા. અહેવાલો અનુસાર, આ બસ પડોશી દેશ બોત્સ્વાનાથી મોરિયા શહેર જઈ રહી હતી. દેશના ઉત્તરીય લિમ્પોપો પ્રાંતના અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માતમાં માત્ર 8 વર્ષનો બાળક બચી ગયો હતો અને તેની સારવાર કરવામાં આવી રહી છે. એક બાળકીને પણ ગંભીર ઈજાઓ થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

સળગેલા મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ

લિમ્પોપો પ્રાંતીય સરકારે જણાવ્યું હતું કે બસ મમતકાલા બ્રિજની નીચે 164 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા આગ લાગી હતી. પ્રાંતીય સરકારે કહ્યું કે સર્ચ ઓપરેશન ચાલુ છે પરંતુ ઘણા મૃતદેહો એટલી ખરાબ રીતે દાઝી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે અને તેઓ હજુ પણ બસમાં ફસાયેલા છે. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે તેઓ માને છે કે બસ પડોશી બોત્સ્વાનાથી મોરિયા શહેર તરફ જઈ રહી હતી, જે એક લોકપ્રિય ઇસ્ટર તીર્થ સ્થળ છે. તેમના મતે ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા દુર્ઘટના સર્જાઈ છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ગયા વર્ષે 200 થી વધુ લોકોના મોત થયા હતા

રાષ્ટ્રીય પરિવહન વિભાગે જણાવ્યું હતું કે પરિવહન પ્રધાન સિંદિસવે ચિકુંગા માર્ગ સલામતી અભિયાન માટે લિમ્પોપો પ્રાંતમાં હતા અને અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે ચિકૂંગા પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે. દક્ષિણ આફ્રિકાની સરકાર વારંવાર ઇસ્ટરની રજાઓ દરમિયાન માર્ગ અકસ્માતના જોખમ વિશે ચેતવણી આપે છે કારણ કે તે માર્ગ મુસાફરી માટે વ્યસ્ત અને જોખમી સમય હોય છે. ગયા વર્ષે, ઇસ્ટર સપ્તાહના અંતે 200 થી વધુ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા.