રાજકોટ જિલ્લાના ઈ-શ્રમ કાર્ડ (eShram card) ધરાવતા કામદારો શ્રમિકો પૈકી જે શ્રમિકો રાશનકાર્ડ (Ration card) ધરાવે છે, તેઓને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-2013 હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોમાં NFSA લાભાર્થી તરીકે સમાવેશ કરવામાં આવે છે.

Rajkot: રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ઇ-શ્રમકાર્ડ સાથે રાશનકાર્ડ લીંક કરવા અપાઈ સૂચના

ખબરી ગુજરાત ગુજરાત

Rajkot: રાજકોટ જિલ્લાના ઈ-શ્રમ કાર્ડ (eShram card) ધરાવતા કામદારો શ્રમિકો પૈકી જે શ્રમિકો રાશનકાર્ડ (Ration card) ધરાવે છે, તેઓને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-2013 હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોમાં NFSA લાભાર્થી તરીકે સમાવેશ કરવામાં આવે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ માટે રાજકોટ શહેરી વિસ્તારમાં વસવાટ કરતા હોય તેમણે સંબંધિત ઝોનલ કચેરીનો તથા ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા હોય તેમણે સંબંધિત તાલુકા મામલતદાર કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ઇ-શ્રમકાર્ડ ધારકોને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-2013માં અગ્રતા ધરાવતા કુટુંબોમાં સમાવેશ કરવા માટે ઇ-શ્રમકાર્ડ સાથે રાશનકાર્ડ નંબર લીંક કરવા જરૂરી છે. જેથી જે ઈ-શ્રમ કાર્ડ ધારકે ઈ-શ્રમ કાર્ડ કઢાવતી વખતે રાશનકાર્ડ નંબર આપેલ નથી તેઓએ તાત્કાલિક પોતાના રહેણાંકના વિસ્તાર મુજબ સંબંધિત ઝોનલ કચેરી કે તાલુકા મામલતદાર કચેરીનો રાશનકાર્ડ તથા ઈ-શ્રમ કાર્ડ સાથે સંપર્ક કરવાનો રહેશે.

ઈ-શ્રમ કાર્ડ ધરાવતા તમામ કામદારો/ શ્રમિકો પૈકી જે કાર્ડધારકો પાસે બારકોડ રાશનકાર્ડ ન હોય તેઓને ફોર્મ નંબર બે સાથે જરૂરી આધાર પુરાવા રજૂ કરવાથી નવા રાશન કાર્ડ આપવામાં આવશે.

આ પણ વાંચો: UCO Bank સ્પેશિયાલિસ્ટ ઓફિસરની ભરતી, અરજીનો કાલે છેલ્લો દિવસ

આ બાબતે વધુ માહિતી જિલ્લા પુરવઠા કચેરી કલેકટર કચેરી બીજો માળ શ્રોફ રોડ રાજકોટ ખાતે રૂબરૂ અથવા ટેલીફોન નંબર 0281-2476891 પર સંપર્ક કરી શકાશે તેમ જિલ્લા પુરવઠા અધિકારી રાજેશ્રીબેન વંગવાણીની યાદીમાં જણાવાયું છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.