ચીનમાં ભૂકંપની તબાહી, જુઓ 21મી સદીના સૌથી વિનાશક ભૂકંપ

આંતરરાષ્ટ્રીય ખબરી ગુજરાત

Earthquake : ઉત્તર-પશ્ચિમ ચીનના ગાંસુ અને કિંઘાઈ વિસ્તારોમાં 6.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિપોર્ટ અનુસાર, ભૂકંપના કારણે 100થી વધુ લોકોના મોત થયા છે.

આ પણ વાંચો : 19 December nu Rashifal શું તમારે સાચવીને ચાલવા જેવું છે જાણો

PIC – Freepik

Earthquake : ઉત્તર-પશ્ચિમ ચીનના ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ (Earthquake) અનુભવાયો હતો. ચીનની સરકારી ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર ભૂકંપના કારણે મૃતકોની સંખ્યા 111ને પાર થઈ ગઈ છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

રિપોર્ટ અનુસાર, જોરદાર ભૂકંપ (Earthquake)ના કારણે ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં 200થી વધુ લોકો ઘાયલ થયા છે. સિન્હુઆના જણાવ્યા અનુસાર પડોશી પ્રાંત કિંઘાઈના હૈડોંગ શહેરમાં પણ 9 લોકોના મોત થયા છે અને 124 લોકો ઘાયલ થયા. ચીનના સત્તાવાર સમાચાર મીડિયા ગ્લોબલ ટાઈમ્સે અહેવાલ આપ્યો છે, કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભૂકંપ (Earthquake)ને લઈને મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કર્યાં છે. રાષ્ટ્રપતિના નિર્દેશ મુજબ, મોટા પાયે શોધ અને બચાવકાર્ય સહિત અસરગ્રસ્ત લોકોના યોગ્ય પુનર્વસન અને લોકોને સુરક્ષિત રીતે બચાવ કરવો વધુ જરૂરી છે.

ઝિન્હુઆ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું છે કે જોરદાર ભૂકંપ (Earthquake)ના કારણે ઘણા મકાનો ધરાશાયી થયા છે. આ ઉપરાંત અનેક મકાનોને ઘણું નુકસાન થયું છે. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ભયભીત થઈને ઘરની બહાર નીકળી ગયા હતા અને રસ્તાઓ પર ભાગવા લાગ્યા હતા. સોમવારે ચીનના ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં આવેલા મજબૂત ભૂકંપ પછી, બચાવ કામગીરી મંગળવાર (19 ડિસેમ્બર) ની વહેલી સવાર સુધી ચાલુ રહી.

ભૂકંપની તીવ્રતા

યુએસ જીઓલોજિકલ સર્વે દ્વારા ભૂકંપ (Earthquake)ની તીવ્રતા 5.9 અને સિન્હુઆ દ્વારા 6.2 માપવામાં આવી હતી. કિંઘાઈ પ્રાંતની સરહદ નજીક ગાંસુ પ્રાંતમાં સ્થિત, અહેવાલો જણાવે છે કે ભૂકંપના કારણે કેટલાક સ્થાનિક ગામોમાં વીજળી અને પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે. આ સિવાય સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં પડતી છત અને અન્ય કાટમાળ જોઈ શકાય છે.

ભૂકંપનું કેન્દ્ર બિંદુ

USGS અનુસાર, ભૂકંપ (Earthquake) સોમવારે સ્થાનિક સમય અનુસાર 11:59 વાગ્યે 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો, શરૂઆતમાં 6.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. યુએસજીએસના રિપોર્ટ અનુસાર, ભૂકંપ ગાંસુ પ્રાંતની રાજધાની લેન્ઝોઉથી લગભગ 100 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં અનુભવાયો હતો. આ પછી ઘણા નાના આંચકા અનુભવાયા હતા.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ચીનમાં અવારનવાર ભૂકંપ (Earthquake)ના આંચકા અનુભાય છે. અગાઉ ઓગસ્ટમાં પૂર્વ ચીનમાં 5.4ની તીવ્રતાનો હળવો ભૂકંપ અનુભવાયો હતો. જેમાં 23 લોકો ઘાયલ થયા હતા અને ડઝનેક ઈમારતો ધરાશાયી થઈ હતી.

ભૂકંપ આવવાનું કારણ

પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે જે સતત ફરતી રહે છે. આ પ્લેટો જ્યાં ટકરાય છે તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણા વળવા લાગે છે. જ્યારે વધારે દબાણ થાય ત્યારે પ્લેટો તૂટવા લાગે છે. નીચેનો ઊર્જા બહાર આવવાનો શોધે છે. જેમાં અવરોધ પેદા થતા ભૂકંપ (Earthquake) આવે છે.

21મી સદીમાં આવેલા વિનાશક ભૂકંપ (earthquake of the 21st century)

2001: 26 જાન્યુઆરીના રોજ ભારતમાં ગુજરાતમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં 20 હજાર લોકોના મોત થયા.
2003: 21 મે, અલ્જેરિયામાં 6.8ની તીવ્રતાના ભૂકંપમાં 2,200 થી વધુ લોકોના મોત થયાં
2003: 26 ડિસેમ્બર, દક્ષિણ-પૂર્વ ઈરાનમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવતા 50,000 લોકોના મોત થયા.
2004: 26 ડિસેમ્બર, ઇન્ડોનેશિયામાં 9.1 તીવ્રતાના ભૂકંપથી હિંદ મહાસાગરમાં સુનામી આવી, જેમાં એક ડઝન દેશોમાં 230,000 લોકોના મોત થયા

આ પણ વાંચો : જૂનાગઢ: 668 મહિલા લોકરક્ષકનો યોજાયો દિક્ષાંત પરેડ સમારોહ
2005: 28 માર્ચ, ઈન્ડોનેશિયાના ઉત્તરી સુમાત્રામાં 8.6ની તીવ્રતાના ભૂકંપમાં આશરે 1,300 લોકોના મોત થયા.
2005: 8 ઑક્ટોબર, પાકિસ્તાનના કાશ્મીર વિસ્તારમાં 7.6ની તીવ્રતાના ભૂકંપમાં 80,000 લોકોનો મોત થયા હતા.
2006: 26 મે, ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો જેના કારણે 5,700 થી વધુ લોકો મૃત્યુ પામ્યા.
2008: 12 મે, ચીનના પૂર્વ સિચુઆનમાં 7.9 તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં 87,500 થી વધુ લોકોના મોત થયા.
2010: 12 જાન્યુઆરી, હૈતીમાં, સરકારી અંદાજ મુજબ, 7.0ની તીવ્રતાના ભૂકંપથી 316,000 લોકોના મોત થયા હતા.
2011: 11 માર્ચ, જાપાનના ઉત્તર-પૂર્વ કિનારે 9.0ની તીવ્રતાના ભૂકંપને કારણે સુનામી આવી, જેમાં લગભગ 20,000 લોકોના મોત થયા હતા.
2015: 25 એપ્રિલ, નેપાળમાં, 7.8 તીવ્રતાના ભૂકંપથી 8,800 થી વધુ લોકોનો મોત થયા
2018: 28 સપ્ટેમ્બર, ઈન્ડોનેશિયામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવતા 4,300 થી વધુ લોકોના મોત થયા.
2021: 14 ઑગસ્ટ, હૈતીમાં, 7.2 તીવ્રતાના ભૂકંપમાં 2,200 થી વધુ લોકોના મોત થયા.
2021: 22 જૂનના રોજ અફઘાનિસ્તાનમાં, 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં 1,100 લોકોના મોત થયા હતા.
2023 : 6 ફેબ્રુઆરીના રોજ તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં 2000થી વધુ લોકોના મોત થયા હતા.