પતિના મોત બાદ પત્નીનો સંપતિમાં કેટલો અધિકાર, દિલ્હી હાઇકોર્ટે શું કહ્યું?

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Delhi High Court : પતિના મોત બાદ પત્નીનો પતિની મિલકતામાં કેટલો અધિકાર હોય છે તેને લઈ દિલ્હી હાઈકોર્ટ દ્વારા એક મહત્વની ટિપ્પણી કરવામાં આવી છે. આવો જાણીએ કે દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસે શું કહ્યું?

આ પણ વાંચો – પોતાના ડેબ્યુ T20 મેચમાં આ ખેલાડીએ બનાવ્યો મહારેકોર્ડ

PIC – Social Media

Delhi High Court : દિલ્હી હાઇકોર્ટે એક કેસમાં સુનાવણી દરમિયાન સંપતિના અધિકારને લઈ મહત્વની ટિપ્પણી કરી છે. હાઇકોર્ટે કહ્યું કે જે હિન્દુ મહિલાની પોતાની કોઈ આવક ન હોય. તેને મૃતક પતિની સંપતિમાં ભોગવટાનો પૂરો અધિકાર છે. જો કે, આ મિલકત પર સંપૂર્ણ અધિકાર હોઈ શકે નહિ.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ન્યુઝ વેબસાઇટ લાઇવ લોના અહેવાલ અનુસાર, આ મામલો બુધવારનો છે. જજ પ્રતિભા એમ સિંહે સુનાવણી દરમિયાન કહ્યું કે, “હિન્દુ મહિલાઓના કિસ્સામાં જેમના પતિઓ અગાઉ મૃત્યુ પામ્યા છે અને તેમની પોતાની આવક નથી, તેમના માટે તેમના પતિની મિલકતમાંથી તેમની આર્થિક સ્થિતિ સુનિશ્ચિત કરવી જરૂરી બની જાય છે. કારણ કે આ સંપતિ સુનિશ્ચિત કરે છે કે પતિના મોત બાદ તે બાળકો પર નિર્ભર ન રહે.”

દિલ્હી હાઇકોર્ટની મહત્વની ટિપ્પણી

દિલ્હી હાઇકોર્ટે કહ્યું, આવી સ્થિતિમાં પત્નીને પોતાના જીવન દરમિયાન પોતાના મૃતક પતિની સંપતિ ભોગવટાનો સંપૂર્ણ અધિકાર છે. તે જીવનપર્યંત તે સંપતિની આવકમાંથી ભોગવટો કરી શકે છે.

પત્ની પાસે રહેશે આ અધિકાર

જસ્ટિસ પ્રતિભા એમ સિંહે સ્પષ્ટ કર્યું કે આ અધિકારો સંપૂર્ણ માલિકીના સમકક્ષ નથી. સમગ્ર મિલકતને ભરણ પોષણ તરીકે ગણવી જોઈએ. આ સાથે, પત્નીને તેના પતિના મૃત્યુ પછી સંપત્તિ પર સંપૂર્ણ અધિકાર મળી શકે છે. પત્નીને તે મિલકતમાંથી ભાડુ વસુલવાનો અને તેનો ઉપયોગ કરવાનો સંપૂર્ણ અધિકાર રહેશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

શું છે સમગ્ર મામલો?

જસ્ટિસ પ્રતિભા સિંહે આ ટિપ્પણી એક કેસની સુનાવણી દરમિયાન કરી હતી જેમાં તેઓ 1989માં તેમના પિતાના મૃત્યુ બાદ અનેક ભાઈ-બહેનો વચ્ચે મિલકતની વહેંચણી અંગેના કેસની સુનાવણી કરી રહ્યા હતા. પતિએ પત્નીની તરફેણમાં એક વસિયતનામું કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે તે તેને મિલકત સોંપી દેશે. આ કેસને પરિવારના સભ્યોએ પડકાર્યો હતો.