5 વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો જાહેર

ખબરી ગુજરાત ગુજરાત

Gujarat By Election : લોકસભાની ચૂંટણીને લઈ પહેલાથી જ ભાજપે ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ત્યારે આજે પાર્ટીએ ગુજરાત વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

આ પણ વાંચો – IPL 2024, CSK Vs GT: ‘ચેન્નાઈ વાળા’ જ ગુજરાતને જીતાવશે મેચ!

PIC – Social Media

ક્યાં બેઠક પરથી કોણ ઉમેદવાર

વિજાપુર – ડો. ચતુરસિંહ ચાવડા
પોરબંદર – અર્જૂન મોઢવાડિયા
માણાવદર – અરવિન્દ લાડાણી
ખંભાત – ચિરાગ પટેલ
વાઘોડિયા – ધર્મેન્દ્ર વાઘેલા

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

નોંધનીય છે, કે આ તમામ બેઠકો પરથી કોંગ્રેસના ઉમેદવારો ભાજપમાં ભળ્યા હતા. ત્યાર બાદ તમામ લોકોને ભાજપમાંથી વિધાનસભા ચૂંટણી લડવા માટે ટિકિટ આપવામાં આવી છે. જો કે હજુ સુધી વિસાવદર વિધાનસભા બેઠક પર પેચ ફંસાયો છે. વિસાવદર બેઠકની ચૂંટણી માટે હજુ સુધી ચૂંટણી પંચ દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ઉપરની તમામ વિધાનસભા બેઠકોની ચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે જ 3જા તબક્કામાં 7 મેના રોજ યોજવામાં આવશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો