મણિપુરમાં ફરી હિંસા ભડકી, CRPFના બે જવાન શહીદ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Manipur Violence : મણિપુરના નારનસેના વિસ્તારમાં શનિવારે મોડી રાતે કુકી આતંકવાદીઓના હુમલામાં CRPFના બે જવાન શહીદ થયા છે. મણિપુર પોલીસે કહ્યું, કે આ જવાનો 128મી બટાલિયનનો ભાગ હતા.

આ પણ વાંચો – જાણો, કોણ છે કોલકત્તાની આશાઓ પર પાણી ફેરવનાર શશાંક સિંહ?

PIC – Social Meida

Manipur Violence : મણિપુરમાં ફરી એકવાર હિંસા ભડકી હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. નારાનસેના વિસ્તારમાં ગત મોડી રાતના સવા બે વાગ્યે કુકી આતંકવાદીઓએ કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ની બટાલિયન પર હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં બે જવાનો શહીદ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ જવાનો રાજ્યના વિષ્ણુપુર જિલ્લાના નારાનસેના વિસ્તારમાં તહેનાત હતા. તેઓ સીઆરપીએફની 128મી બટાલિયનનો ભાગ હતા.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

વિષ્ણુપુર વિસ્તાર મણિપુરમાં આવે છે અને અહીં લોકસભા ચુંટણીના પહેલા તબક્કામાં એટલે કે 19 એપ્રિલે મતદાન દરમિયાન પણ હિંસાની ઘટના સામે આવી હતી. તે સિવાય હિંસા પ્રભાવિત કેટલાક વિસ્તારોમાં ગત 26 એપ્રિલે પણ મતદાન થયું હતુ. રાજ્યમાં પહેલા કુકી સંગઠનોએ લોકસભા ચુંટણીનો બહિષ્કાર કર્યો હતો અને “ન્યાય નહી તો વોટ નહિ”ના નારા પણ લગાવ્યાં હતા.

જો કે મુખ્ય ચુંટણી અધિકારી પ્રદીપ કુમાર ઝાએ શુક્રવાર (26 એપ્રિલે) કહ્યું હતુ કે અત્યાર સુધીના રિપોર્ટ અનુસાર 75 ટકા મતદાન થયુ છે અને કોઈ મોટી હિંસાની ઘટના સામે આવી નથી. તેઓએ જણાવ્યું કે માત્ર એક ઘટના સામે આવી હતી. જેમાં ઇવીએમમાં તોડફોડ કરવામાં આવી હતી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

મણિપુરમાં એક વર્ષથી હિંસાનો માહોલ

મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે શરૂ થયેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. આ હિંસામાં અત્યાર સુધીમાં આશરે 200થી વધુ લોકોના મોત થયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. તેની સાથે જ ઘણાં લોકોને બેઘર પણ થવું પડ્યું છે. ગત વર્ષના મે મહિનામાં લાગેલી હિંસાની આગ હજુ શાંત થઈ નથી. સતત ગોળીબાર અને હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે.