ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર અને રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation)ના સંયુક્ત ઉપક્રમે રેસકોર્ષ ખાતે 'સૂર્ય નમસ્કાર' (Surya Namaskar) કાર્યક્રમ

Rajkot: રાજકોટમાં રેસકોર્ષ ખાતે યોજાયો ‘સૂર્ય નમસ્કાર’ કાર્યક્રમ

ખબરી ગુજરાત ગુજરાત

Rajkot: ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર અને રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation)ના સંયુક્ત ઉપક્રમે રેસકોર્ષ ખાતે ‘સૂર્ય નમસ્કાર’ (Surya Namaskar) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

જેનો શુભારંભ ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા તથા ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય વડે કરવામાં આવ્યો હતો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

‘સૂર્ય નમસ્કાર’ કાર્યક્રમના શુભારંભ વેળાએ ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ કહ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને સતત કાર્યરત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લોકો યોગ કરતા થાય, યોગ અંગેની જાગૃતિ કેળવાય, લોકો નિરોગી રહે અને દરેક લોકોને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત થાય તે માટે વર્ષ 2024ના પ્રથમ દિવસે ગુજરાતમાં ‘સૂર્ય નમસ્કાર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આત્મીય વેલનેસ સેન્ટરના બાળકોએ યોગ નિદર્શન આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યો હતો.

આ પણ વાંચો: સૂર્ય નમસ્કારના ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કચ્છ જિલ્લો બન્યો સહભાગી

‘સૂર્ય નમસ્કાર’ કાર્યક્રમમાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, અગ્રણી લીલુબેન જાદવ, મનીષ રાડીયા, જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, મહાનગરપાલીકાના નાયબ કમિશનર અનિલ ધામેલીયા, આસિ. કલેકટર નેહા ચૌધરી સહિત યોગ અભ્યાસુઓ ઉપસ્થિત રહ્યા હતા.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.