ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 535 તથા સફેદ રણ ખાતે 155 યોગ સાધકોએ 'રોગ તને પડકાર, સૂર્ય તને નમસ્કાર'ની વિચારધારા સાથે સૂર્ય નમસ્કાર કરી વર્લ્ડ રેકોર્ડમાં ભાગીદારી નોંધાવી.

Kutch: સૂર્ય નમસ્કારના ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કચ્છ જિલ્લો બન્યો સહભાગી

ખબરી ગુજરાત ગુજરાત

Kutch: કચ્છના બે સ્થળ ભુજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ તથા સફેદ રણ ખાતે યોગ સાધકોએ ‘રોગ તને પડકાર, સૂર્ય તને નમસ્કાર’ની વિચારધારા સાથે સૂર્ય નમસ્કાર (Surya Namaskar) કર્યા હતા. ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 535 તથા સફેદ રણ ખાતે 155 યોગ સાધકોએ ‘રોગ તને પડકાર, સૂર્ય તને નમસ્કાર’ ની વિચારધારા સાથે સૂર્ય નમસ્કાર કરી વર્લ્ડ રેકોર્ડમાં ભાગીદારી નોંધાવી હતી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

નવા વર્ષે નવી ઊર્જા સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય કેશુભાઇ પટેલ અને જિલ્લા કલેક્ટર અમિત અરોરાની પ્રેરક ઉપસ્થિતિમાં સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે સફેદરણ ખાતે ભુજ ગ્રામ્ય મામલતદાર ભરત શાહ તથા ધોરડો સરપંચ મિયાં હુસેનની ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે મોઢેરા ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમ‌ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલી સંબોધન કરીને સૂર્ય નમસ્કારને જીવન પ્રણાલી સાથે સાંકળવા અનુરોધ કર્યો હતો. રાજ્યભરમાં આજરોજ એકસાથે, એક સમયે 108 સ્થળે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. જેમાં વિશ્વ વિક્રમમાં 51 આઇકોનિક સ્થળ સહભાગી બન્યા છે.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ વર્ચ્યુઅલી સંબોધન કરતા જણાવ્યું હતું કે, સૂર્ય નમસ્કાર સ્પર્ધાના માધ્યમથી યોગની લોકપ્રિયતા વધારવાનો એક અવસર સરકારે ઊભો કર્યો છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ પ્રસંગે ભુજ ધારાસભ્ય કેશુભાઇ પટલે જણાવ્યું હતું કે, રાજ્યમાં 51 સ્થળોએ સૂર્ય નમસ્કાર કરી વિશ્વ વિક્રમ સ્થાપિત કરવા માટે યોજાયેલા કાર્યક્રમમાં કચ્છ સહભાગી બન્યું છે, ત્યારે આપણી વિરાસત સમા યોગ અને સૂર્ય નમસ્કારને નાગરિકો માત્ર આજ પૂરતા નહીં પરંતુ કાયમી રીતે અપનાવે જરૂરી છે.‌

ધારાસભ્યએ સૂર્ય નમસ્કારને 12 યોગ આસનનો સમન્વય ગણાવીને તેનાથી તન અને મન બંનેની સ્વસ્થતા હાંસલ કરી શકાય છે તેવું ઉમેરીને તેને કાયમી જીવનનો ભાગ બનાવી અપનાવવા જણાવ્યું હતું.

આ પણ વાંચો: નવા વર્ષે ગુજરાતે સર્જ્યો સામુહિક સૂર્ય નમસ્કારનો વિશ્વ વિક્રમ

ગુજરાત રાજ્ય યોગબોર્ડના માગદર્શન હેઠળ કચ્છ જિલ્લામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, ઉચ્ચ અધિકારીઓ, કર્મયોગીઓ તથા ભુજવાસીઓ સહિત 535 યોગસાધકોએ સૂર્ય નમસ્કાર કરીને વિશ્વ વિક્રમમાં પોતાનો ફાળો નોંધાવ્યો હતો. જ્યારે સફેદ રણ ખાતે ૧૫૫ યોગસાધકો જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે, સૂર્ય એટલે ઊર્જાનો સ્ત્રોત ત્યારે ગરવી ગુજરાતે નવા વર્ષની શરૂઆત સૂર્ય નમસ્કાર કરીને કરી હતી. સૂર્ય નમસ્કાર, જેને ‘ધ અલ્ટીમેટ આસન’ તરીકે પણ ઓળખવામાં આવે છે જે પીઠ તેમજ સ્નાયુઓને મજબૂત બનાવે છે અને બ્લડ સુગર ઘટાડે છે. નિયમિત સૂર્ય નમસ્કાર કરવાથી રક્ત પરિભ્રમણ પણ સુધરે છે જે ત્વચા માટે પણ ફળદાયી બની રહે છે.

આ પણ વાંચો: Google Mapમાં ધરખમ ફેરફાર, ડ્રાઇવર્સ પર પડશે સીધી અસર

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, નિવાસી અધિક કલેકટર મિતેશ પંડ્યા, જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી બી.એન. વાઘેલા, જિલ્લા રમત-ગમત અધિકારી મુકેશભાઇ ગોયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી નરસિંહભાઇ ગાગલ, પ્રાંત યુવા વિકાસ અધિકારી દેવાંશીબેન ગઢવી, અગ્રણીઓ, અધિકારીઓ, યોગ સાધકો, વિદ્યાર્થીઓ વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.