વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ભ્રમણ દરમિયાન આજ રોજ જૂનાગઢ જિલ્લાના 15 ગામોમાં ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા.

જૂનાગઢ જિલ્લાના 15 ગામોમાં ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ વિતરણ કરાયા

ખબરી ગુજરાત ગુજરાત

Junagadh: વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ભ્રમણ દરમિયાન આજ રોજ જૂનાગઢ જિલ્લાના 15 ગામોમાં ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ભેંસાણ તાલુકાના મેંદપરા ગામે મદદનીશ ખેતી નિયામક એમ. આર. છત્રાળાએ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડના ફાયદા વિશે માર્ગદર્શન આપ્યું હતું. જેમાં તેમણે જમીનનું સ્વાસ્થ્ય કેવી રીતે જાળવી રાખવું, તેમજ ખેડૂતોએ દર વર્ષે જમીન ચકાસણી કરાવવી જેથી જમીનમાં જે કંઈ પોષક તત્વોની ઉણપ હોય તે ખાતરનો ઉપયોગ કરી શકે અને બિનજરૂરી રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ ટાળી શકાય. આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ વિશે પણ ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ભેંસાણ તાલુકાના મેંદપરા ઉપરાંત હડમતિયા વિશળ, વંથલી તાલુકાના ખોખરડા, મોટા કાજલીયાળા, કેશોદ તાલુકાના મેસવાણ, માળીયાહાટીના તાલુકાના વાંદરવડ અને બાબરા, માંગરોળના ઓસા અને લાંગડ, જૂનાગઢના ગલિયાવાડા અને વીરપુર, મેંદરડા તાલુકા નું સુરજગઢ અને હરિપુર, માણાવદર તાલુકાનું બોડકા અને પીપલાણા ગામે પણ ખેડૂતોને સોય હેલ્થ કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: જૂનાગઢ આવતા પ્રવાસીઓ માટે વધુ એક સુવિધા, ભવનાથ સુધી ST બસ સેવા શરૂ કરાઈ

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.