યાત્રાધામ અને પ્રવાસન ભૂમિ જૂનાગઢમાં પ્રવાસીઓનો મોટી સંખ્યામાં ધસારો જોવા મળે છે. ઉપરાંત ગિરનાર રોપ-વે શરૂ થતા યાત્રાળુઓની સંખ્યામાં

Junagadh: જૂનાગઢ આવતા પ્રવાસીઓ માટે વધુ એક સુવિધા, ભવનાથ સુધી ST બસ સેવા શરૂ કરાઈ

ખબરી ગુજરાત ગુજરાત

Junagadh News: યાત્રાધામ અને પ્રવાસન ભૂમિ જૂનાગઢમાં પ્રવાસીઓનો મોટી સંખ્યામાં ધસારો જોવા મળે છે. ઉપરાંત ગિરનાર રોપ-વે શરૂ થતા યાત્રાળુઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ત્યારે લોકોને એસ.ટી. બસ સ્ટેશનથી સીધુ જ ભવનાથ જવા માટે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાની પહેલથી જાહેર પરિવહન સેવા શરૂ કરવામાં આવી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

જૂનાગઢ આવતા પ્રવાસીઓ અને અન્ય લોકો એસ.ટી. બસ સ્ટેશનથી ભવનાથ સુધીની મુસાફરી રૂ.13માં કરી શકાશે. સવારે 7 વાગ્યાથી શરૂ થનાર પરિવહન સેવા દરરોજની એસ.ટી. બસ સ્ટેશનથી ભવનાથ સુધીની 8 ટ્રીપ લગાવશે.

ભવનાથ સુધીની આ બસનો રૂટ બસ સ્ટેશનથી ગાંધીચોક, રેલવે સ્ટેશન, મજેવડી દરવાજા, ગિરનાર દરવાજા અને દામોદર કુંડથી ભવનાથ સુધીનો રહેશે. તેવી જ રીતે રીટર્નમાં ભવનાથથી બસ સ્ટેશન સુધીની મુસાફરી કરી શકાશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ આ પરિવહન સેવાનો વધારો કરવા માટે એસ.ટી.ના વિભાગીય નિયામક સાથે જરૂરી પરામર્શ કર્યો હતો. તેના પરિણામે આ બસ સેવા શરૂ થઈ છે.

આ પણ વાંચો: નેશનલ ખો-ખો ચેમ્પિયનશીપ માટે રાજકોટના બે ખેલાડીઓની પસંદગી

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.