રાજકોટ શહેરની શેરીઓમાં રહેતા તેમજ સમાજ સુરક્ષા વિભાગના જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા માન્ય કરાયેલા જરૂરિયાતમંદ બાળકો તેમજ તેમના પરિવારને રોજગારલક્ષી

રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્રારા બાળ મજૂરોને ગૃહમાંથી મુકત કરી પરિવાર સાથે પુનઃસ્થાપિત કરાયા

ખબરી ગુજરાત ગુજરાત

Rajkot: રાજકોટ શહેરની શેરીઓમાં રહેતા તેમજ સમાજ સુરક્ષા વિભાગના જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા માન્ય કરાયેલા જરૂરિયાતમંદ બાળકો તેમજ તેમના પરિવારને રોજગારલક્ષી સાધનોરૂપી સહાય વિતરણ કાર્યક્રમ જામનગર રોડ સ્થિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે યોજાયો હતો. જેમાં રાજકોટના જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ શેરીમાં રહેતા 35 બાળકો (Children in Street Situation CISS)ને 35 ફોલ્ડીંગ પલંગ તથા ધાબળા અર્પણ કર્યા હતા.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ બાળકોના 17 પરિવારોને રોજગારી માટે સાયકલ રિક્ષાઓનું વિતરણ કરી કલેકટર પ્રભવ જોષીએ જરૂરિયાતમંદ પરિવારો પ્રત્યે સંવેદના દાખવી હતી.

કલેક્ટરએ બાળકો તથા તેઓના પરિવારજનો સાથે સંવેદનાસભર વાર્તાલાપ કર્યો હતો. બાળકોને અભ્યાસ પુનઃશરૂ કરવા, ફરજિયાત નિશાળે જવા, રસીકરણ કરાવવા તથા બાળ મજૂરી છોડી દેવા બાળકોના માતા-પિતાને જણાવ્યુ હતું.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

શેરીઓમાં રહેતા આ જરૂરિયાતમંદ પરિવારજનોને કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા ખાતા દ્વારા ઈ-શ્રમ કાર્ડ, આધારકાર્ડ, PMJAY કાર્ડ, રેશનકાર્ડ જેવા લાભો પણ આપવામાં આવ્યા હતા. આ માનવીય સંવેદનાસભર કાર્ય બદલ કલેકટરએ પ્રાંત અઘિકારીઓ તેમજ સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષાની ટીમને બિરદાવી હતી.

આ તકે 23 બાળ મજૂરોને ગૃહમાંથી મુકત કરી પરિવાર સાથે પુનઃસ્થાપિત કરાયા હતા. બાળકો મળતાં માતા- પિતા આનંદિત થઇ ઉઠયા હતા. આ માતા-પિતાઓને પણ બાળકોને બાળમજૂરી બંધ કરાવીને શાળાએ નિયામિત મોકલવા કલેકટરએ અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચો: રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે એન્ટી હાઇજેકીંગ કમિટીની બેઠક યોજાઈ

આ કાર્યક્રમમાં ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન રક્ષાબેન બોળિયા અને સભ્ય અરુણ નિર્મલ, ડો. રશ્મિકાન્ત ઉપાધ્યાય, મનીષ ખંભાળિયા, એસ.ડી.એમ. પ્રાંત રૂરલ દેવાહુતિ, એસ.ડી.એમ. પ્રાંત રાજકોટ-2 નિશા ચૌધરી, પ્રાંત અધિકારી કે.જી.ચૌધરી, સમાજ સુરક્ષા અધિકારી પ્રાથના સેરશિયા, બાળ સુરક્ષા અધિકારી અલ્પેશ ગોસ્વામી, મેહુલગિરી ગોસ્વામી, મામલતદાર જૈમિન કાકડીયા અને એસ જી ચાવડા, સમાજ સુરક્ષા વિભાગના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.