આજે ગુજરાતનું બજેટ, નાણાં મંત્રી કનુ દેસાઈ રજૂ કરશે બજેટ

ખબરી ગુજરાત ગુજરાત બિઝનેસ

Gujarat Budget 2024 : રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ત્રીજી વાર બજેટ રજૂ કરશે. લોકસભાની ચૂંટણી પહેલા ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ પૂર્ણ કદનું બજેટ રજૂ કરવમાં આવશે. બજેટમાં રાજ્ય સરકાર મોટી જાહેરાત કરે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : 2 February : જાણો, આજનો ઈતિહાસ

PIC – Social Media

Gujarat Budget 2024 : રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ (Kanubhai Desai) ત્રીજી વાર બજેટ રજૂ કરશે. લોકસભાની ચૂંટણી પહેલા ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) સરકારનું આ પૂર્ણ કદનું બજેટ રજૂ કરવમાં આવશે. બજેટમાં રાજ્ય સરકાર મોટી જાહેરાત કરે તેવી શક્યતા છે. ગુજરાતના નાણાપ્રધાન કનુ દેસાઈ (Finance Minister Kanu Desai) આજે બીજી વખત 2024-25 વર્ષનું વાર્ષિક બજેટ રજૂ કરશે. આજે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ વર્ષ 2024-25 માટેનું પૂર્ણ કદનું અંદાજપત્ર રજૂ કરશે. આ બજેટ અંદાજે સવા ત્રણ લાખ કરોડનું રહેવાનું અનુમાન છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આજે સવારે 10 વાગ્યે વિધાનસભા ગૃહની મિટિંગનું યોજાશે. તેમજ મુખ્યમંત્રીના હસ્તકના વિભાગોના મુદ્દાઓ પર ચર્ચા થશે પ્રશ્નોત્તરી કાળ બાદ ગૃહમાં ખર્ચનાં પૂરક પત્રની રજૂઆત કરાશે. ત્યારબાદ નાણાં મંત્રી કનુ દેસાઈ વર્ષ 2024-25નું બજેટ (Gujarat Budget 2024) રજૂ કરશે. નાણામંત્રીનું સંપૂર્ણ પણે પેપરલેસ એટલે કે ડિઝિટલ બજેટ (Digital Budget) રજૂ કરશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ગુજરાત વિધાનસભા બજેટ સત્ર ગુરુવારથી શરૂ થઈ ગયુ છે. રાજ્ય સરકાર દ્વારા ચાર જેટલા વિધયક લાવવાનું નક્કી કરાયું છે. આમાં ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો ગુરૂવારથી પ્રારંભ થયો છે. રાજ્ય સરકાર દ્વારા ચાર જેટલા વિધેયક લાવવાનું હાલ નક્કી કરાયું છે. જેમાં મહેસૂલ વિભાગનું ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક, શહેરી વિકાસ વિભાગનું હોટલ-લોજિંગ રેન્ટ કંટ્રોલ સુધારા વિધેયક, સહકારી મંડળીઓ માટેનું સહકાર વિભાગનું અને વીજશુલ્કને લગતું નાણાં વિભાગના વિધેયકનો સમાવેશ થાય છે.