આ વર્કશોપ વિકસિત ભારત 2047 માટે યુવાનોને તેમના વિચારો અને સૂચનો શેર કરવા માટે જોડવાની પ્રક્રિયા શરૂ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હશે

PM મોદી સોમવારે Viksit Bharat 2047:Voice of Youth યોજના કરશે લોન્ચ, યુવાનોને થસે આ ફાયદો

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Viksit Bharat 2047: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત 2047 (Viksit Bharat 2047) વોઈસ ઓફ યુથ (Voice of Youth) લોન્ચ કરશે. PM મોદીનું વિઝન દેશની રાષ્ટ્રીય યોજનાઓ, પ્રાથમિકતાઓ અને ધ્યેયોના નિર્માણમાં દેશના યુવાનોને સક્રિયપણે સામેલ કરવાનું છે. આ વર્કશોપ વિકસિત ભારત 2047 માટે યુવાનોને તેમના વિચારો અને સૂચનો શેર કરવા માટે જોડવાની પ્રક્રિયા શરૂ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘વિકસિત ભારત 2047: વોઈસ ઓફ યુથ’ લોન્ચ કરશે. આ પ્રસંગે પીએમ મોદી દેશભરના રાજભવનમાં આયોજિત વર્કશોપમાં યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરો અને સંસ્થાઓના વડાઓ અને ફેકલ્ટી સભ્યોને સંબોધિત કરશે.

PMOના એક રીલીઝ મુજબ, PM મોદીનું વિઝન દેશની રાષ્ટ્રીય યોજનાઓ, પ્રાથમિકતાઓ અને ધ્યેયોના નિર્માણમાં દેશના યુવાનોને સક્રિયપણે સામેલ કરવાનું છે.

દેશના યુવાનોને પ્લેટફોર્મ પૂરું પાડશે

PMOએ કહ્યું, ‘આ વિઝનના અનુસંધાનમાં, ‘વિકસિત ભારત 2047: વોઇસ ઓફ યૂથ’ પહેલ દેશના યુવાનોને વિકસિત ભારત 2047ના વિઝનમાં યોગદાન આપવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે.’

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

વિકસિત ભારત 2047નું લક્ષ્ય શું છે?

આ વર્કશોપ વિકસિત ભારત 2047 માટે યુવાનોને તેમના વિચારો અને સૂચનો શેર કરવા માટે જોડવાની પ્રક્રિયા શરૂ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હશે. વિકસિત ભારત 2047 એ ભારતને તેની સ્વતંત્રતાના 100માં વર્ષ 2047 સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

આ અભિગમ વિકાસના વિવિધ પાસાઓને આવરી લે છે, જેમાં આર્થિક વૃદ્ધિ, સામાજિક પ્રગતિ, પર્યાવરણીય સ્થિરતા અને સુશાસનનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ગુજરાતનું ગૌરવ વધારતો રૂદ્ર પેથાણી, ઇન્ટરનેશનલ જૂનિયર સાયન્સ ઓલમ્પિયાડમાં ભારતને અપાવ્યું ગોલ્ડ મેડલ

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.