MWC 2024 : OnePlus Watch 2 લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત

ખબરી ગુજરાત બિઝનેસ

Mobile World Congress (MWC)માં OnePlusએ પોતાની આગામી પ્રિમિયમ સ્માર્ટવોચ Watch 2 લોન્ચ કરી દીધી છે. વનપ્લસની આ સ્માર્ટવોટ WearOS પર કામ કરે છે. કંપનીનો દાવો છે કે આ સ્માર્ટવોચ 12 દિવસના બેટરી બેકઅપ સાથે આવશે.

આ પણ વાંચો – છેતરપિંડી કરનાર કોઈને પણ છોડવામાં આવશે નહિ – હર્ષ સંઘવી

PIC – Social Media

OnePlus Watch 2 મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ 3 વર્ષ બાદ તેની બીજી સ્માર્ટવોચ લોન્ચ કરી છે. વનપ્લસની પહેલી સ્માર્ટવોચ 2021માં લોન્ચ કરવામાં આવી હતી. મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં રજૂ કરાયેલ આ સ્માર્ટવોચ પ્રીમિયમ સર્ક્યુલર ડિઝાઇન સાથે આવે છે. કંપનીનો દાવો છે કે આ ઘડિયાળ સિંગલ ચાર્જ પર 12 દિવસ સુધી કામ કરે છે અને Googleના WearOS પ્લેટફોર્મ પર કામ કરે છે. આ ઉપરાંત આ સ્માર્ટવોચમાં અનેક હેલ્થ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2024માં રજૂ કરવામાં આવેલી આ સ્માર્ટવોચની સ્ટાર્ટિંગ કિંમત 24,999 રૂપિયા છે. તમે તેને બે કલર ઓપ્શનમાં ખરીદી શકો છો – બ્લેક સ્ટીલ અને રેડિયન્ટ સ્ટીલ. તે ભારતમાં 4 માર્ચથી ઈ-કોમર્સ વેબસાઈટ Amazon, Flipkart, Myntra, OnePlus, Reliance Digital, Croma સહિત ઘણી ઓનલાઈન અને ઓફલાઈન ચેનલો દ્વારા વેચવામાં આવશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

OnePlus Watch 2 ના ફીચર્સ

વનપ્લસની આ પ્રીમિયમ સ્માર્ટવોચની ખાસિયતો વિશે વાત કરીએ તો તેમાં 1.43 ઇંચની AMOLED ડિસ્પ્લે છે. આ ઘડિયાળનું ડિસ્પ્લે રિઝોલ્યુશન 466 x 466 પિક્સલ છે. ઉપરાંત, તે 60Hz રિફ્રેશ રેટની ડિસ્પ્લે સાથે આવે છે. તેના ડિસ્પ્લેને સુરક્ષિત રાખવા માટે 2.5D સેફાયર ક્રિસ્ટલ સ્ક્રીન આપવામાં આવી છે. વનપ્લસની આ સ્માર્ટવોચ Qualcomm Snapdragon W5 પ્રોસેસર પર કામ કરે છે. આ સિવાય તેમાં BES2700 ચિપસેટ પણ છે અને તે WearOS પ્લેટફોર્મ પર કામ કરે છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

OnePlus Watch 2માં 2GB રેમ અને 32GB ઇન્ટરનલ સ્ટોરેજ છે. આ સિવાય આ ઘડિયાળ મિલિટરી ગ્રેડની સ્ટેનલેસ સ્ટીલ બોડી સાથે આવે છે. આ ઘડિયાળમાં 500mAh બેટરી છે, જે ચાર્જ કરવા માટે તેમાં 7.5W ચાર્જિંગ ફીચર છે. આ સ્માર્ટવોચ 60 મિનિટમાં ફુલ ચાર્જ થઈ શકે છે. કંપનીનો દાવો છે કે આ ઘડિયાળનો ભારે ઉપયોગ 2 દિવસ સુધી કરી શકાય છે. તે જ સમયે, સામાન્ય મોડમાં તેની બેટરી 100 કલાક સુધી ચાલે છે. તેની બેટરી પાવર સેવિંગ મોડમાં 12 દિવસ સુધી ચાલશે.

આ સ્માર્ટવોચ અનેક પ્રકારના હેલ્થ ફીચર્સને સપોર્ટ કરે છે. તેમાં ઓપ્ટિકલ હાર્ટ રેટ મોનિટર, પલ્સ ઓક્સિમીટર સેન્સર, સ્લીપ ટ્રેકર, સ્ટ્રેસ ટ્રેકર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, આ ઘડિયાળમાં 100 સ્પોર્ટ્સ મોડ પણ ઉપલબ્ધ છે. આ ઘડિયાળને USB Type C ચાર્જરથી ચાર્જ કરી શકાય છે.