છેલ્લા કેટલાક દિવસોથી ચીનમાં જોવા મળેલી રહસ્યમય શ્વસન તંત્ર સંબંધી બીમારી સંદર્ભે નાના બાળકોમાં જોવા મળતા ન્યુમેનિયા જેવી વાયરલ બીમારી અંગે રાજકોટ જિલ્લાના લોધિકા આરોગ્ય કેન્દ્ર (Lodhika Community Health Centre) ખાતે મોકડ્રીલ યોજાઈ હતી.

લોધીકા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોક ડ્રીલ યોજાઈ

ખબરી ગુજરાત ગુજરાત

Rajkot: છેલ્લા કેટલાક દિવસોથી ચીનમાં જોવા મળેલી રહસ્યમય શ્વસન તંત્ર સંબંધી બીમારી સંદર્ભે નાના બાળકોમાં જોવા મળતા ન્યુમેનિયા જેવી વાયરલ બીમારી અંગે રાજકોટ જિલ્લાના લોધિકા આરોગ્ય કેન્દ્ર (Lodhika Community Health Centre) ખાતે મોકડ્રીલ યોજાઈ હતી. રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન મુજબ આ મોકડ્રીલ યોજાઇ હતી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

રાજકોટના લોધિકા મામલતદારના જણાવ્યા મુજબ કેન્દ્ર ખાતે ઓક્સિજન કોન્સન્ટ્રેટર કુલ પાંચ નંગ કાર્યરત છે. નેબ્યુલાઈઝર કુલ છ નંગ કાર્યરત છે, પલ્સ ઓક્સીમીટર કુલ છ નંગ કાર્યરત છે.

ઓક્સિજન સિલિન્ડર કુલ છ પૈકી એક કાર્યરત છે, જયારે અન્ય પાંચ સિલિન્ડર રિફિલિંગ કરાવવા મોકલાવેલ છે. આ ઉપરાંત લોજિસ્ટિક જેમાં ગ્લોવ્ઝ, મેડિસિન પૂર્તત ઉપલબ્ધ છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

જે એમ્બ્યુલન્સ કાર્યરત છે. જ્યારે ઓક્સિજન પ્લાન્ટમાં ઓક્સિજન આઉટપુટ ટેન્કનું ફિલ્ટર ફિઝિકલી ડેમેજ થઈ ગયેલું હોઈ તેને રીપેર કરાવવા માટે સંબંધિત એજન્સીને કાર્યવાહી કરવા માટે જણાવેલ હોવાનું જણાવાયું છે.

આ પણ વાંચો: Ranbir Kapoorની એક્સ ગર્લફ્રેન્ડ સાથેના બ્રેકઅપ પર Alia Bhattએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?

આ તકે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ખુશ્બુ સતાપરાએ ઉપસ્થિત રહી સંલગ્ન વિગત પૂરી પાડી હતી.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.