પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટા ભલગામ ખાતે સગર્ભા માતાની તપાસ નિદાન તથા સારવાર માટેના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

Visavadar News: વિસાવદરમાં મહિલાઓ માટે યોજાઈ ચિકિત્સા શિબિર

ખબરી ગુજરાત ગુજરાત

Visavadar News: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટા ભલગામ ખાતે સગર્ભા માતાની તપાસ નિદાન તથા સારવાર માટેના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સ્ત્રીરોગ નિષ્ણાંત ડોક્ટર ધૃતિબેન બસીયા દ્વારા દરેક સગર્ભા બહેનોની તપાસ કરવામાં આવી હતી. જેમાં ભલગામ તથા આજુબાજુ ગામોના કુલ 37 સગર્ભા બેહેનોની તદ્દન મફત સારવાર કરવામાં આવી હતી. તથા તેમાંથી છ જેટલી જોખમી સગર્ભા બહેનોને આયર્ન સુક્રોઝના ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

તેમજ પૌષ્ટિક આહાર આપી તે વિશે માહિતી આપવામાં આવી હતી. ભલગામના મહીલા સરપંચ જ્યોત્સનાબેન ગીરીશભાઈ ગોધાણીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

કેમ્પ દરમિયાન લોહી, યુરીનના રિપોર્ટ જે બહાર ખર્ચ કરીને થતો હોય તેવા રિપોર્ટ ફ્રી કરી આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.ચેતનાબેન મહેતા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફે પરિવારે જહેમત ઉઠાવી હતી.

આ પણ વાંચો: જૂનાગઢ ડિવિઝન પોસ્ટ ઓફિસમાં રોજગારીની તક, આ તારીખે યોજાશે ઇન્ટરવ્યુ

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.