જૂનાગઢ ડિવિઝન પોસ્ટ ઓફિસ (Post office)માં એમ્પેનલમેન્ટ અને એજન્ટની (Employment Opportunity)

Jobs in Junagadh: જૂનાગઢ ડિવિઝન પોસ્ટ ઓફિસમાં રોજગારીની તક, આ તારીખે યોજાશે ઇન્ટરવ્યુ

ખબરી ગુજરાત શિક્ષણ અને કારકિર્દી

Jobs in Junagadh: જૂનાગઢ ડિવિઝન પોસ્ટ ઓફિસ (Post office)માં એમ્પેનલમેન્ટ અને એજન્ટની (Employment Opportunity) નિયુક્તિ માટે વોક ઈન ઇન્ટરવ્યુ તા. 9 જાન્યુઆરીના યોજાશે. સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ જૂનાગઢ ડિવિઝન, જૂનાગઢ, પોસ્ટલ લાઈફ (Junagadh Division Post Office) ઇન્સ્યોરન્સ તેમજ રૂરલ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટસના વેચાણ માટે એમ્પેનલમેન્ટ, એજન્ટ નિયુક્તિ માટે વોક ઈન ઇન્ટરવ્યુ યોજાશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

જેમાં રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ તા. 9/1/2024ના રોજ પ્રમાણપત્રો સાથે સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, જૂનાગઢ ડિવિઝન, ચોથો માળ, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવુ.

ઉમેદવારોએ પોતાના બાયોડેટા, ઉંમરનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતો, આધારકાર્ડ, પાનકાર્ડ, આવશ્યક સર્ટિફિકેટ અને અનુભવ (જો કોઈ હોય તો) તે બાબતના દાખલાની પ્રમાણિત નકલો અને બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે લાવવાના રહેશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ ઇન્ટરવ્યૂ માટે ધો. 10 પાસ અને ઉંમર વર્ષ 18 થી 50ની હોવી જરૂરી છે. ઈન્ટરવ્યુ સમય સવારે 11 વાગ્યાથી સાજે 5 વાગ્યા સુધીનો રહેશે.

આ પણ વાંચો: નવા વર્ષમાં આવશે ચુકાદો, Supreme Courtમાં પેન્ડિંગ આ પાંચ કેસને કારણે દેશને થશે અસર

જેમાં ભુતપૂર્વ લાઈફ એડવાઈઝરો, આંગણવાડી કાર્યકરો, મહિલા મંડળ કાર્યકરો, એસએચ જી, ભૂતપૂર્વ સર્વિસ મેન, નિવૃત્ત ટીચરો, બેરોજગાર, સ્વરોજગાર યુવાનો તથા ઉપરોક્ત લાયકાત ધરાવતા કોઈપણ ઈચ્છુક વ્યક્તિ હાજર રહી શકશે. તેમજ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ વેચવાનો અનુભવ અને કોમ્પ્યુટરની જાણકારી, સ્થાનિક ક્ષેત્રની જાણકારી ધરાવનારને પ્રાથમિકતા આપવામાં આવશે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.