માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મોટો ઝટકો, ઝારખંડ હાઇકોર્ટે અરજી ફગાવી

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Rahul Gandhi defamation case : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ઝારખંડ હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. 2018માં અમિત શાહ વિરુદ્ધ કોમેન્ટ મામલે કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવતા રાહુલ ગાંધીની અરજી ફગાવી છે. હવે આ મામલે રાહુલ વિરુદ્ધ નીચલી કોર્ટમાં ટ્રાયલ ચાલશે.

આ પણ વાંચો – આ 5 કારણને લીધે રિજેક્ટ થઈ શકે છે તમારુ હેલ્થ ઇન્શ્યોરન્સ

PIC – Social media

Rahul Gandhi defamation case : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ઝારખંડ હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. 2018માં અમિત શાહ વિરુદ્ધ ટિપ્પણી મામલે કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવતા રાહુલ ગાંધીની અરજી ફગાવી છે. હવે આ મામલે રાહુલ સામે નિચલી કોર્ટમાં ટ્રાયલ ચાલશે. રાહુલ ગાંધીએ એમપી એમએલએ કોર્ટના સમન સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી જેને કોર્ટે રદ્દ કરી દીધી છે. અગાઉની સુનાવણીમાં કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

રાહુલે 2018માં બેંગલોરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. તે સમયે બીજેપીના જિલ્લા ઉપાધ્યક્ષ વિજય મિશ્રાએ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યાર બાદ તેના વિરુદ્ધ માનહાનિ કેસમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ ટ્રાયલ કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહીને રદ્દ કરવા માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. 16 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધીનો લેખિત પક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ જસ્ટિસ અંબુજ નાથની બેન્ચે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ 2018માં તત્કાલિન ભાજપ અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. આ અંગે રાંચીની નીચલી કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. સિવિલ કોર્ટમાંથી સમન્સ મળ્યા બાદ રાહુલ ગાંધીએ રાંચી હાઈકોર્ટમાં કેસનો અંત લાવવા માટે અરજી કરી હતી. પરંતુ ત્યાં પણ તેને નિરાશા હાથ લાગી હતી. રાંચી હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી છે.