ભારતના સૌથી સમૃદ્ધ મંદિરો, દર વર્ષે થાય છે કરોડોની આવક

અજબ ગજબ ખબરી ગુજરાત રાષ્ટ્રીય

India’s Richest Temple : ભારતીય પરંપરા અને ઇતિહાસમાં મંદિરોનું ઘણું મહત્વ છે. આ મંદિરો આપણી આસ્થા ઉપરાંત દેશની સમૃદ્ધ ધાર્મિક વિરાસતના પ્રતિક છે. એક અનુમાન મુજબ દેશમાં 5 લાખ કરતા પણ વધુ મંદિરો આવેલા છે. દેશમાં એવા ઘણાં મંદિરો છે, કે જ્યાં કરોડો રૂપિયાનું દાન આવે છે. લોકો મંદિરમાં જઈ માનતા માને છે અને તે પૂરી થતા યથાશક્તિ મંદિરોને આપે છે. અહીં અમે આપને કેટલાક એવા મંદિરો વિશે જણાવા જઈ રહ્યાં છીએ કે જેની દેશમાં સૌથી સમૃદ્ધ મંદિરોમાં (India’s Richest Temple) ગણતરી થાય છે.

આ પણ વાંચો : Ayodhya: રામલલા મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યજમાનોએ કરવું પડશે આ નિયમોનું પાલન

PIC – Social Media

પદ્મનાભ સ્વામી મંદિર, ત્રિવેન્દ્રમ (Padmanabha Swamy Temple, Trivandrum)

કેરળમાં આવેલું પદ્મનાભ સ્વામી મંદિર ભારતનું સૌથી સમૃદ્ધ મંદિર (India’s Richest Temple) છે. આ મંદિર કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં છે. આ મંદિરની દેખરેખ ત્રાવણકોરના ભૂતપૂર્વ શાહી પરિવાર દ્વારા કરવામાં આવે છે. પહ્મનાભ મંદિરના ખજાનામાં હીરા, સોનાના ઘરેણા અને સોનાની મૂર્તિઓનો સમાવેશ થાય છે. એક રિપોર્ટ અનુસાર મંદિરની 6 તિજોરીઓમાં કુલ 20 અબજ ડોલરની સંપત્તિ છે. એટલું જ નહીં મંદિરના ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુની વિશાળ સોનાની મૂર્તિ છે, જેની કિંમત 500 કરોડ રૂપિયા છે.

તિરુપતિ બાલાજી મંદિર, આંધ્ર પ્રદેશ (Tirupati Balaji Temple, Andhra Pradesh)

ભારતના સૌથી ધનાઢ્ય મંદિરોમાં (India’s Richest Temple) આંધ્રપ્રદેશનું તિરુપતિ બાલાજી મંદિર બીજા સ્થાને છે. વૈષ્ણવ સંપ્રદાયનું આ મંદિર દાનની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી અમીર મંદિર (India’s Richest Temple) છે. આ મંદિરની સ્થાપત્ય કલા બેનમુન છે. ભક્તો અહીં દર વર્ષે લગભગ 650 કરોડ રૂપિયાનું દાન કરે છે. લાડુનો પ્રસાદ વેચીને મંદિર લાખો રૂપિયાની કમાણી કરે છે. તિરુપતિ મંદિરમાં ભગવાન વેંકટેશ્વરની પૂજા થાય છે, જેને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. મંદિરમાં નવ ટન સોનાનો ભંડાર છે અને વિવિધ બેંકોમાં ફિક્સ ડિપોઝીટમાં રૂ. 14,000 કરોડ જમાં છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

સાંઈબાબા મંદિર, શિરડી (Sai Baba Temple, Shirdi)

મહારાષ્ટ્રના શિરડી સ્થિત સાંઈબાબાનું મંદિર સૌથી ધનવાન મંદિરોમાં (India’s Richest Temple) ચોથા નંબરે છે. અહેવાલો અનુસાર, મંદિરના બેંક ખાતામાં લગભગ 1,800 કરોડ રૂપિયા જમા છે, જેમાં 380 કિલો સોનું, 4,428 કિલો ચાંદી અને ડોલર અને પાઉન્ડ જેવી વિદેશી કરન્સીના રૂપમાં મોટી રકમ છે. 2017માં રામ નવમીના અવસર પર એક અજાણ્યા ભક્ત દ્વારા મંદિરમાં 12 કિલો સોનું દાન કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં દર વર્ષે લગભગ 350 કરોડ રૂપિયાનું દાન આવે છે.

વૈષ્ણોદેવી મંદિર, જમ્મુ (Vaishno Devi Temple, Jammu)

વૈષ્ણો દેવી મંદિરને દેશના સૌથી પવિત્ર સ્થાનોમાંથી એક માનવામાં આવે છે. તે ભારતમાં માન્યતા પ્રાપ્ત શક્તિપીઠ મંદિરોમાંનું એક છે. ટ્રાવેલ ગાઇડ TourMyIndia અનુસાર, આ મંદિર દર વર્ષે 500 કરોડ રૂપિયાની કમાણી કરે છે, જે તેને દેશના સૌથી ધનિક મંદિરોમાંનું (India’s Richest Temple) એક બનાવે છે. દર વર્ષે દેશ અને દુનિયામાંથી લાખો લોકો માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા આવે છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

સિદ્ધિ વિનાયક મંદિર, મુંબઈ (Siddhi Vinayak Temple, Mumbai)

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આવેલું સિદ્ધિવિનાયક મંદિર દેશના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંનું (India’s Richest Temple) એક છે. આ મંદિર ભગવાન ગણેશને સમર્પિત છે. બોલિવૂડ સેલિબ્રિટીથી લઈને બિઝનેસ ટાયકૂન સુધી, ઘણી સેલિબ્રિટી અહીં જોવા મળે છે. મંદિર 3.7 કિલો સોનાથી કોટેડ છે, જે કોલકાતાના એક વેપારીએ દાનમાં આપ્યું હતું. રેકોર્ડ્સ અનુસાર, મંદિરને દાન અને પ્રસાદમાંથી લગભગ 125 કરોડ રૂપિયાની વાર્ષિક આવક થાય છે.

મીનાક્ષી મંદિર, મદુરાઈ (Meenakshi Temple, Madurai)

મદુરાઈમાં આવેલા મીનાક્ષી મંદિરમાં રોજ 20થી 30 હજાર જેટલા ભક્તો દર્શાનાર્થે આવે છે. મંદિરની વાર્ષિક આવક લગભગ 6 કરોડ રૂપિયા છે. આ મંદિર પરિસરમાં લગભગ 33,000 શિલ્પો કંડારાયેલા છે. મુખ્ય મૂર્તિ દેવી મીનાક્ષીની છે જે ભગવાન સુંદરેશ્વર (ભગવાન શિવ)ની પત્ની છે. મંદિરમાં બે સોનાની ગાડીઓ છે જે તેની ભવ્યતામાં વધારો કરે છે. દેશના સૌથી ધનિક મંદિરોમાં (India’s Richest Temple) તેનો સમાવેશ થાય છે.

જગન્નાથ મંદિર, પુરી (Jagannath Temple, Puri)

પુરીનું જગન્નાથ મંદિર એ ભારતના સૌથી સમૃદ્ધ મંદિરોમાંનું (India’s Richest Temple) એક છે, જે દેશના ખૂણેખૂણેથી અને વિશ્વના ખૂણેથી તેના ભક્તો પાસેથી વિશાળ દાન મેળવે છે. જો કે મંદિરની ચોક્કસ સંપત્તિ કોઈને ખબર નથી, પરંતુ એવો અંદાજ છે કે મંદિરમાં 100 કિલોથી વધુ સોના અને ચાંદીની વસ્તુઓ છે. આ પ્રાચીન મંદિરમાં ભગવાન જગન્નાથની પૂજા કરવામાં આવે છે અને હિન્દુઓ માટે એક મુખ્ય તીર્થ સ્થળ છે. આ ઉપરાંત મંદિર તેના વાર્ષિક રથયાત્રા ઉત્સવ માટે પણ પ્રખ્યાત છે.

આ પણ વાંચો : લક્ષદ્વીપ કેવી રીતે બન્યું ભારતનો ભાગ? જાણો, શું છે ઇતિહાસ

PIC – Social Media

સોમનાથ મંદિર, ગુજરાત (Somnath Temple, Gujarat)

ગુજરાતનું સોમનાથ મંદિર દેશના સૌથી સમૃદ્ધ મંદિરોમાંનું એક છે. આ કારણે જ મહમૂદ ગઝની દ્વારા તેને 17 વખત લૂંટવામાં આવ્યું હતું. આ મંદિરની ગણના આજે પણ ગુજરાતમાં સમૃદ્ધ મંદિર તરીકે થાય છે. આ મંદિર ગુજરાતના વેરાવળમાં આવેલું છે, અહીં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ પૈકી એક જ્યોતિર્લિંગ આવેલું છે. સોમનાથ મંદિર દર વર્ષે કરોડો રૂપિયાનું દાન આવે છે. તેથી તે ભારતના સૌથી ધનિક મંદિરોમાંનું (India’s Richest Temple) એક છે.

સબરીમાલા મંદિર, કેરળ (Sabarimala Temple, Kerala)

દેશના સમૃદ્ધ મંદિરોની યાદીમાં સબરીમાલા મંદિરનો પણ સામેવાશ થાય છે. આ મંદિરમાં દર વર્ષે લગભગ 10 કરોડ ભક્તો આવે છે. આ મંદિર પર્વતો અને ગાઢ જંગલોની વચ્ચે સમુદ્ર સપાટીથી 4,133 ફૂટની ઉંચાઈ પર આવેલું છે. આ મંદિરની સૌથી અનોખી ઓળખ એ છે કે અહીં માત્ર પુરુષો જ જઈ શકે છે. આ મંદિર યાત્રાની સીઝનમાં લગભગ 230 કરોડ રૂપિયાની કમાણી કરે છે.

અક્ષરધામ મંદિર, દિલ્હી (Akshardham Temple, Delhi)

દિલ્હીમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ વિલેજ પાસે 100 એકર જમીન પર બનેલું સ્વામિનારાયણ મંદિર અક્ષરધામ મંદિર તરીકે પણ ઓળખાય છે. તેનું નામ વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિર તરીકે ગીનીસ બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલું છે. તે 10,000 વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને સ્થાપત્યને દર્શાવે છે. આ મંદિરમાં દર વર્ષે લાખો ભક્તો આવે છે. મંદિરમાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સોનાની છે.