મીડિયાને પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ, રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવએ નાર્કોટીકસ પદાર્થ વેચનાર તથા નાર્કોટીકસ માદક પદાર્થનું ઉત્પાદન કરતા શખ્સોની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી.

લાખોના ગાંજા સાથે જસદણ પંથકના ખેડૂતની SOG પોલીસે કરી ધરપકડ

ખબરી ગુજરાત ગુજરાત

Rajkot: જસદણ-વિંછીયા પંથકમાં ગેરકાયદે ગાંજાનું વાવેતર થતું હોવાનું સમયાંતરે પ્રકાશમાં આવતું હોય છે, જેથી પોલીસની પણ આ વિસ્તારમાં ચાંપતી નજર રહેતી હોય છે. ત્યારે જસદણના રાણીંગપર ગામની સીમમાં રાજકોટ (Rajkot) રૂરલ એસઓજી (SOG Police)એ દરોડો પાડી વાડીમાં કપાસ-તુવેરના વાવેતર વચ્ચે ખેડૂતે વાવેલો ગાંજો ઝડપી લીધો હતો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ગાંજાના 45 છોડ મળ્યા હતા, જેનો વજન 116 કિલો થયો હતો. આરોપી બાબુ તળશી સોમાણી (ઉ.વ.54)નો મોબાઈલ ફોન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. અને ભાડલા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરાયો છે. રૂ. 11.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવી હતી.

મીડિયાને પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ, રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવએ નાર્કોટીકસ પદાર્થ વેચનાર તથા નાર્કોટીકસ માદક પદાર્થનું ઉત્પાદન કરતા શખ્સોની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી.

જેથી જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડએ નાર્કોટીક્સ અંગે વધુમાં વધુ કેસો કરવા તથા નાર્કોટીકસના વ્યસનથી યુવાધનને અટકાવવા માટે સુચના-માર્ગદર્શન આપતા, રૂરલ એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પીઆઈ બી.સી. મિયાત્રા તેમની ટીમ સાથે જસદણ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

તે દરમિયાન કોન્સ્ટેબલ કાળુભાઇ ઘાધલ તથા અમિતદાન સુરૂને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળેલ કે, બાબુભાઇ તળશીભાઇ સોમાણી (રહે. રાણીંગપર)એ પોતાની માલિકીની રાણીંગપર ગામની સીમમાં આવેલ વાડીમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદકપદાર્થ ગાંજાના છોડનું વાવેતર કર્યું છે.

બાતમીના આધારે સર્કલ પીઆઈ એચ.એન.રાઠોડ સાથે એસઓજી ટીમે દરોડો પાડતા આરોપીની વાડીમાંથી ગાંજાના 45 છોડ મળી આવેલ. જેનું વજન કરતા 116 કિલો 400 ગ્રામ થયું હતું. આરોપીની ધરપકડ કરી ભાડલા પોલીસ મથક ખાતે એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

શ્રાવણ માસમાં કનેસરા મંદિરે ગયા ત્યાંથી ગાંજાના છોડ લાવ્યાનું રટણ

પોલીસે આરોપીની ધરપકડ કરી ગુનો નોંધેલો. આરોપી બાબુ સોમાણીએ પૂછપરછમાં જણાવ્યું કે, તે શ્રાવણ માસમાં કનેસરાના એક મંદિરે ગયો હતો. ત્યાંથી ગાંજાના છોડ લાવ્યા હતા અને પોતાની વાડીમાં વાવ્યા હતા. પોતે પ્રથમ વખત જ ગાંજો વાવ્યો હોવાનું રટણ કરી રહ્યો છે. પરંતુ આરોપીના કથનમાં કેટલું તથ્ય છે? તે જાણવા આરોપીની કોલ ડિટેઇલ્સ તપાસમાં આવી રહી છે.

આ પણ વાંચો: વિદેશ જવાનો છે પ્લાન, થાઈલેન્ડ બાદ આ દેશ આપી રહ્યો છે Free VISA એન્ટ્રી

આરોપીએ કોઈને ગાંજો વેચેલો કે કેમ? તે અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે. આ કામગીરી એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પીઆઈ બી.સી. મિયાત્રા, એ.એસ.આઇ અતુલભાઇ ડાભી, હેડ કોન્સ્ટેબલ જયવિરસિંહ રાણા, હિતેશભાઇ અગ્રાવત, અમીતભાઇ કનેરીયા, ભગીરથસિંહ જાડેજા, વિજયભાઇ વેગડ, અરવિંદભાઈ દાફડા, કોન્સ્ટેબલ રણજીતભાઇ ધાધલ, વિજયગીરી ગોસ્વામી, કાળુભાઇ ધાધલ, અમિતદાન ગઢવી, ડ્રા.એ.એસ.આઇ. રાયધનભાઇ ડાંગર દ્વારા કરવામાં આવી હતી.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.