લાભાર્થીઓને મળે છે 4 ટકા થી લઈને 6 ટકા સુધીના વ્યાજ દરે રૂપિયા 10,000થી લઈને રૂ. 75,000 સુધીની સબસિડી. ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા

Rajkot: સફાઈ કામદારો માટેની યોજનાઓની ઓનલાઇન પ્રક્રિયા થઈ શરૂ, જાણો સંપૂર્ણ માહિતી

ખબરી ગુજરાત ગુજરાત

Dinesh Rathod, Gujarat, Khabri media
Rajkot: ગુજરાત રાજ્ય સફાઈ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા જિલ્લાના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને સ્વરોજગારી પૂરી પાડવાના હેતુથી મહિલા સમૃદ્ધિ યોજના, માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજના, વ્યક્તિગત લોન યોજના, ઈ-રીક્ષા, જનરલ ટર્મ લોન, જીપ-ટેક્ષી લોન સહિતની યોજનાઓની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં લાભાર્થીઓને 4 ટકા થી લઈને 6 ટકા સુધીના વ્યાજ દરે રૂપિયા 10,000થી લઈને રૂ. 75,000 સુધીની સબસિડી પૂરી પાડવામાં આવશે.

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.

ઉલ્લેખનીય છે કે, મૂળ ગુજરાત રાજ્યના વતની હોય તેવા સફાઈ કામદારો કે તેમના આશ્રિત હોય તેવી વ્યક્તિઓને આ લોન મળવાપાત્ર રહેશે. અરજદાર સફાઈ કામદાર કે તેમના આશ્રિતની ઉંમર જાહેરાતના તારીખે 18 વર્ષથી ઓછી નહીં અને 50 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

નિયત લક્ષ્યાંક કરતા વધારે અરજીઓ મળી હશે તેવા કિસ્સામાં લાભાર્થીની પસંદગી ડ્રો પદ્ધતિથી કરવામાં આવશે અને બી.પી.એલ/ વિધવા/ત્યક્તા/વિકલાંગ/ આવક-મર્યાદા ધ્યાને લઈને અગ્રીમતા આપવામાં આવશે.

વાહન માટે અરજી કરનાર જાહેરાતની તારીખે વાહન ચલાવવાનું લાઇસન્સ ધરાવતા હોવા જોઈએ. રૂ.એક લાખ સુધીનું ધીરાણ મેળવવા માટે પાંચ પોસ્ટડેટેડ ચેક, એક સરકારી/સ્થાવર મિલકત ધરાવતા હોય તેવા જામીનદાર અને રૂ. એક લાખથી વધુના ધીરાણમાં 10 પોસ્ટડેટેડ ચેક, અને બે સરકારી/સ્થાવર મિલકત ધરાવતા હોય તેવા જમીનદારો રજૂ કરવાના રહેશે.

ઉપરોક્ત પાત્રતા ધરાવતી વ્યક્તિઓ નિગમની યોજનાઓનો લાભ લેવા માટે નિગમની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પર જાહેરાત પ્રસિદ્ધ થયથી 30 દિવસ સુધી ઓનલાઇન અરજી ફોર્મની તારીખ 22/12/2023સુધી ભરી શકશે અને ડોક્યુમેન્ટ સ્વીકારવાની અંતિમ તારીખ 30/12/2023 રહેશે.

અરજી ફોર્મ મંજૂર થયા બાદ અરજદારે અરજી ફોર્મની પ્રિન્ટ જરૂરી આધાર પુરાવા સહિત સંબંધિત દસ્તાવેજો સાથે કચેરીને તારીખ 30 દિવસની સમય મર્યાદામાં સાંજના 6 વાગ્યા સુધીમાં જમા કરાવવાના રહેશે.

આ પણ વાંચો: સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં 42.45 લાખનું દાન આપનારા દાતાઓનું રાજકોટ કલેકટરે કર્યું સન્માન

ઓનલાઇન અરજી કરવામાં અસમર્થ અરજદારોએ જરૂરી આધાર પુરાવા સહિત તાલુકા કક્ષાએ સમાજ કલ્યાણ નિરીક્ષક અને જિલ્લા કક્ષાએ મદદનીશ જિલ્લા મેનેજરનો સંપર્ક કરવાનો રહેશે, તેમ નાયબ નિયામક અનુ. જાતી કલ્યાણ કચેરી 6/1 બહુમાળી ભવન, રેસકોર્ષની યાદીમાં જણાવાયું છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.