જૂનાગઢની રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલયની 668 મહિલા લોકરક્ષકની 20મી બેંચની આઠ માસની બેઝીક તાલીમ પૂર્ણ થતા બીલખા રોડ સ્થિત

જૂનાગઢ: 668 મહિલા લોકરક્ષકનો યોજાયો દિક્ષાંત પરેડ સમારોહ

ખબરી ગુજરાત ગુજરાત

Junagadh: જૂનાગઢની રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલયની 668 મહિલા લોકરક્ષક (Women Lokrakshak)ની 20મી બેંચની આઠ માસની બેઝીક તાલીમ પૂર્ણ થતા બીલખા રોડ સ્થિત રાષ્ટ્રવિર છેલભાઇ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડમાં પ્રિન્સિપાલ અને રેન્જ આઇ.જી. નિલેષ જાજડીયાના અધ્યક્ષ સ્થાને દિક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ પ્રસંગે પરેડ નિરીક્ષણ અને માર્ચ-પાસ્ટ બાદ પોલીસ તાલીમ મહાવિદ્યાલયના પ્રિન્સિપાલ અને રેન્જ આઇ.જી. નિલેષ જાજડીયાએ દિક્ષાંત પ્રવચનમાં નવનિયુક્ત મહિલા લોકરક્ષકોને જણાવ્યું હતું કે હવે પુરા શિસ્ત સાથે પોલીસ દળમાં ફરજ બજાવવાની છે ત્યારે હંમેશા બંધારણને વફાદાર રહીને રાષ્ટ્રભક્તિ સાથે કર્તવ્ય બજાવીએ.

પોલીસે ગમે તે ઘડીએ સમાજના રક્ષણ માટે હંમેશા તત્પર રહેવાનું છે. મહિલા, બાળકો, વૃધ્ધો અને નિ:સહાય સહાય લોકોની પણ મદદ કરવાની છે. બંદોબસ્તથી માંડીને પ્રોટોકોલ મુજબની કામગીરીની જે તાલીમ આપવામાં આવી છે તેનો અમલ કરીને સમાજસેવામાં સરકારે સોંપેલી ફરજમાં સમર્પિત થવાની શીખ આપી હતી.

સાથે ફરજથી ઉપર ઉઠીને પરિવાર સાથે સમય આપવો, વાંચન, રમત અને સેવાકીય બાબતોમાં રસરૂચિ પણ કેળવવા પર ભાર મુક્યો હતો. હવે તમારે જે તે જિલ્લામાં ફરજ બજાવવાની છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

તમારી કારકિર્દીનો પ્રારંભ થઇ રહયો છે. જીવનમાં તમારી પ્રગતિ થાય અને મહિલા સશકિતકરણ સાથે તમારે સમાજની અને સરકારની અપેક્ષા પ્રમાણે કાર્ય કરીને તમારા પર સરકારે મુકેલા ભરોસાને સાર્થક કરવાનો છે.

લોભ અને લાલચથી દૂર રહીને તટસ્થતાથી ફરજ બજાવવા તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્રાત્મક રીતે નહિં પરંતુ લોકોને અહેસાસ થાય તે રીતે કામ કરવા માર્ગદર્શન આપ્યું હતુ. જયહિંદનાં નારા સાથે જોમ અને જુસ્સો અને દેશ ભકિતની પણ પ્રેરક વાત કરી હતી.

આ તાલીમ દરમિયાન ઇનડોર અને આઉટડોર શ્રેષ્ઠ કામગીરી અને વિશેષ કૌશલ્યથી કામ કરનાર મહિલા લોક રક્ષકોને પાયલબેન કનૈયાલાલ ધાંધલ, સવિતાબેન સુરાભાઇ ગોહેલ, પુરીબેન હિમ્મતભાઇ ગોહેલ, સમીરાબેન હનિફભાઇ, શિલ્ડ આપીને આપીને બહુમાન કરવામાં આવ્યું હતું.

સમગ્ર તાલીમગાળામાં સર્વશ્રેષ્ઠ તાલીમાર્થી તરીકે શ્રધ્ધાબેન ભાવસિંહભાઇ ગોહેલનું બહુમાન કરવામાં આવ્યુ હતુ. પરેડ કમાંડર કોમલબેન સાગરભાઇ રબારી પરેડનું શ્રેષ્ઠ સંચાલન કરવા બદલ સન્માનિત કરાયા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં રાષ્ટ્રગીત, હથિયારધારી અને બિન હથિયારધારી મહિલા લોકરક્ષકોની પરેડનું નિરીક્ષણ, શપથ ગ્રહણ, રાષ્ટ્રધ્વજ અને યુનીટ ધ્વજ સાથે માર્ચ પાસ્ટ અને પ્રોટોકલ સ્વાગત બેન્ડ સુરાવલી સાથે કરવામાં આવ્યું હતું.

પરેડ કમાન્ડર કોમલબેન સાગરભાઇ રબારી 668 બહેનોનું પરેડનું નેતૃત્વ કર્યુ હતુ. પોલીસ તાલીમ મહાવિદ્યાલનાં નાયબ પોલસ અધિક્ષક ગોહિલે તાલીમગાળાની વિગતો આપી જણાવ્યુ હતુ કે આઠ માસની તાલીમ દરમ્યાન તાલીમાર્થિઓને પ્રતિદિન આઠ પીરીયડ તાલીમ આપાતી જેમાં ઈન્ડોર અને આઉટડોર તાલીમ દરમ્યાન કાયદાકીય જ્ઞાન સાથે સઘળા સરકાર કક્ષાએ ઉપલબ્ધ વેપનની જાણકારી અને તાલીમ આપવામાં આવી હતી.

આ પણ વાંચો: રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્રારા બાળ મજૂરોને ગૃહમાંથી મુકત કરી પરિવાર સાથે પુનઃસ્થાપિત કરાયા

પોલીસ તાલીમ મહાવિદ્યાલયનાં ઉપાચાર્ય એમ.જે. જલુએ જણાવ્યુ હતુ કે હવે તાલીમાર્થી બહેનો તાલીમ પુર્ણ થતાં રાજકોટ શહેર, સુરત શહેર, વડોદરા શહેર, રાજકોટ ગ્રામ્ય, દેવુભમિ દ્વારકા, ગિર સોમનાથ, વગેરે જિલ્લાઓમાં ફરજ નીયુક્ત થશે.

આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા પંચાયતનાં પ્રમુખ હરેશભાઇ ઠુમર, ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા, ભગવાનજીભાઇ કરગઠીયા, દેવાભાઇ માલમ,પોલીસ અધિકારીઓ ઉપરાંત તાલીમાર્થીઓના વાલીઓ, જૂનાગઢનાં અગ્રણીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.