કોંગ્રેસે શુક્રવારે આગામી વર્ષની લોકસભા ચૂંટણી (Lok Sabha Election) માટે એક મેનિફેસ્ટો કમિટી (Congress Manifesto Committee)ની રચના

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની મેનિફેસ્ટો કમિટીની જાહેરાત, જાણો કોણ બન્યુ અધ્યક્ષ

ખબરી ગુજરાત ગુજરાત

Gujarat Desk: કોંગ્રેસે શુક્રવારે આગામી વર્ષની લોકસભા ચૂંટણી (Lok Sabha Election) માટે એક મેનિફેસ્ટો કમિટી (Congress Manifesto Committee)ની રચના કરી છે. આ સમિતિનું નેતૃત્વ પાર્ટીના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમ કરશે. જેમાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત અનેક વરિષ્ઠ નેતાઓને સામેલ કરવામાં આવ્યા છે. છત્તીસગઢના પૂર્વ નાયબ મુખ્યમંત્રી ટી એસ સિંહદેવને આ 16 સભ્યોની સમિતિના સંયોજક બનાવવામાં આવ્યા છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લોકસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો કમિટીની રચના કરી છે. આ સમિતિમાં ચિદમ્બરમ અને સિંહદેવ ઉપરાંત

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, પાર્ટીના મહાસચિવ જયરામ રમેશ, વરિષ્ઠ નેતા શશિ થરૂર, આનંદ શર્મા, ગાયખાનાગમ, ગૌરવ ગોગોઈ, પ્રવીણ ચક્રવર્તી, ઈમરાન પ્રતાપગઢી, કે રાજુ, ઓમકાર સિંહ મરકામ, રંજીત રંજન, જીગ્નેશ મેવાણી અને ગુરદીપ સપ્પલનો સમાવેશ કરવામાં આવ્યો છે. બેઠક બાદ વેણુગોપાલે કહ્યું હતું કે પાર્ટી ખૂબ જ જલ્દી ઉમેદવારોની પસંદગી કરશે.

આ પણ વાંચો: ઉપલેટા બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ થયું જાહેર, જાણો કોણ બન્યા હોદ્દેદાર

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.