ડ્રાઇવરો કેમ કરી રહ્યાં છે હડતાળ? જાણો, શું છે હિટ એન્ડ રન કાયદો

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Hit and Run Law : કેન્દ્ર સરકાર દ્વારા હિટ એન્ડ રનને લઈ લાગુ કરાયેલા નવા કાયદા વિરુદ્ધ બસ અને ટ્રક ડાયવર્સ હડતાળ પર છે. જેના લીધા પરિવહન સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. બીજી બાજુ ઇંધણ ન પહોંચતા પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે.

આ પણ વાંચો : 2 January : જાણો, આજનો ઈતિહાસ

PIC – Social Media

Hit and Run Law : કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ હિટ એન્ડ રન કાયદા (Hit and Run Law)ના વિરોધમાં દેશભરમાં ટ્રક અને ડમ્પર ચાલકો (Truck divers strike) એ ચક્કા જામ કરી દીધુ છે. તેઓનું કહેવું છે કે આ કાયદો ખોટો છે અને તેને પરત લેવો જોઈએ. આ માંગને લઈ મુંબઈ, ઇન્દોર થી લઈ દિલ્હી – હરિયાણા, યુપી સહિત કેટલીય જગ્યાએ ટ્રક ચાલકો પોત પોતાના ટ્રકને રોડ પર ઊભા રાખી દીધા છે.

હિટ એન્ડ રન કાયદો શું છે? (What is hit and run law?)

કેન્દ્ર સરકારે અપરાધને લઈ નવો કાયદો બનાવ્યો છે. જે અંતર્ગત જો કોઈ ટ્રક કે ડમ્પર ચાલક કોઈને કચડીને ભાગે તો તેને 10 વર્ષની જેલની સજા થશે. તે સિવાય 7 લાખ રૂપિયાનો દંડ પણ આપવો પડશે. પહેલા આ મામલે થોડા દિવસોમાં આરોપી ડ્રાઇવરને જામીન મળી જતા હતા. જો કે આ કાયદા અંતર્ગત 2 વર્ષની સજાની જોગવાઇ હતી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

નવા કાયદા વિરુદ્ધ ટ્રક ચાલકોનો રોષ

સરકારના આ નિર્ણય પછી ટ્રક ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. તેઓનું કહેવું છે કે આ કાયદો સંપૂર્ણ રીતે ખોટો છે. સરકારે આ કાયદો પરત લેવો પડશે. તેને લઈ ગ્રેટર નોયડાના ઇકોટેક 3 વિસ્તારમાં પણ ટ્રક ડ્રાઇવર્સે વાહનોના થપ્પા લગાવી દીધા છે અને જોરશોરથી નારેબાજી કરી રહ્યાં છે. જો કે પોલીસની સમજાવટથી તેઓએ પોતાના વાહનો હટાવી લીધા હતા.

ઇન્દોરમાં પણ ચક્કા જામ

મધ્ય પ્રદેશના ઇન્દોરમાં ટ્રક ડ્રાઇવરોની હડતાળ (Truck divers strike) ની અસર પેટ્રોલ પંપ પર પડી છે. અહીં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લાઇનો લાગી ગઈ છે. જણાવાઇ રહ્યું છે કે ટ્રક ડાઇવર્સની હડતાળ 3 દિવસ સુધી ચાલશે. જેના લીધે ઈંધણ પેટ્રોલ પંપ સુધી પહોંચતુ નથી. આ સમાચાર ફેલાતા જ લોકોની પેટ્રોલ પંપ પર પેટ્રોલ પૂરાવા પહોંચી ગયા હતા. જેના લીધે વાહનોની લાંબી લાઈનો લાગી હતી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

મુંબઈમાં ટ્રક ડ્રાઇવર હડતાળ પર

મધ્ય પ્રદેશ, દિલ્હીની સાથે મહારાષ્ટ્રમાં પણ હડતાળ (strike) ની અસર જોવા મળી. જ્યાં સરકાદ દ્વારા લવાયેલા નવા કાયદાના સામે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. તેઓની હડતાળથી માર્ગો પર ટ્રાફિકજામ સર્જાયો છે.

દેવાસમાં જોવા મળ્યો ડ્રાઇવરોનો રોષ

મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લામાં બસ અને ટ્રક ડાઇવર્સ રોષમાં જોવા મળ્યા. તે દરમિયાન તેઓએ શહેરમાં 2-3 જગ્યાએ રોડ બંધ કરવાનો પ્રયાસ પણ કર્યો. ત્યાર બાદ રસૂલપુર બાયપાસ પર બે કલાક સુધી ચક્કાજામ કર્યો. જેના લીધે વાહનોની લાંબી લાઇનો લાગી ગઈ હતી. અહીં પોલીસ અને તંત્રની સમજાવટ બાદ પણ ડ્રાઇવર્સ એકના બે ન થયા ને પ્રદર્શન ચાલુ રહ્યું.

આ પણ વાંચો : 2 Jan 2024 Rashifal : જાણો કેવો રહેશે તમારો દિવસ?

પન્નામાં ટ્રકના ટાયર થંભ્યા

મધ્ય પ્રદેશના પન્ના જિલ્લામાં બસ અને ટ્રકના ડ્રાઇવરોએ નેશનલ હાઈવે – 39 પર ચક્કાજામ કર્યો. બસ ડ્રાઇવર્સની હડતાળ (Truck divers strike)થી મુસાફરો પણ હેરાન થયા. તેની સાથે માર્ગો પર ગાડીઓની લાંબી લાંબી લાઇનો લાગી હતી. તે દરમિયાન ડ્રાઇવરોએ “કાલા કાનુન વાપસ લો” ના નારા પણ લાગ્યા હતા.

રાજસ્થાનના હનુમાનગઢમાં વિરોધ પ્રદર્શન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં પણ ટ્રક ડ્રાઇવર સડકો પર ઊતર્યા. તેઓએ હાઈવે પર ચક્કા જામ કરી કાયદાનો વિરોધ કર્યો. ત્યાર બાદ ડ્રાઇવર્સ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા, ત્યાં તેઓએ સરકાર અને પ્રસાશનને ચીમકી પણ આપી.