રાજકોટ શહેરમાં પ્રજાસત્તાક પર્વની 26મી જાન્યુઆરીની શહેર કક્ષાની ઉજવણી ચૌધરી હાઈસ્કુલ ખાતે થશે. જેના સુચારુ આયોજન અંગેની બેઠક જૂની કલેક્ટર

Rajkot: ચૌધરી હાઈસ્કુલ ખાતે થશે 26 જાન્યુઆરીની ઉજવણી, 24મીએ રિહર્સલ

ખબરી ગુજરાત ગુજરાત

Rajkot: રાજકોટ શહેરમાં પ્રજાસત્તાક પર્વની 26મી જાન્યુઆરીની શહેર કક્ષાની ઉજવણી ચૌધરી હાઈસ્કુલ ખાતે થશે. જેના સુચારુ આયોજન અંગેની બેઠક જૂની કલેક્ટર કચેરી ખાતે પ્રાંત અધિકારી કે.જી.ચોધરીની અધ્યક્ષતામાં યોજાઇ હતી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ રાષ્ટ્રીય પર્વની શાનદાર ઉજવણી કરવા માટે સબંધિત ખાતાના અધિકારીઓને વિવિધ ફરજો સોંપાઇ હતી. પ્રાંત અધિકારીએ આ તૈયારીઓની સમીક્ષા કરી હતી. પોલીસ પરેડ (ટ્રાફિક, બ્રિગેડ, હોમ ગાર્ડ, એન.સી.સી. પ્લાટુન), સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વિશિષ્ટ વ્યક્તિઓના સન્માન, સાંસ્કૃતિક કાર્યક્રમો, આમંત્રણો, પીવાના પાણી, બેઠક વ્યવસ્થા, પરેડ નિરીક્ષણ માટેના વાહન, સાફા, વૃક્ષારોપણ, ઇનામો વગેરેનું સુચારું આયોજન કરવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

પ્રાંત અધિકારી કે.જી.ચૌધરીએ તા. 24-1-24ના સવારે 8.30 વાગ્યે ચૌધરી હાઇસ્કુલ ખાતે ફાઇનલ રિહર્સલ માટે ઉપસ્થિત રહેવા સર્વે અધિકારીઓને જણાવ્યુ હતું.

આ મિટિંગમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા યુવા રમત ગમત અધિકારી, પોલીસ, માર્ગ અને મકાન વિભાગની કચેરીના અધિકારીઓ તેમજ અન્ય વિભાગના વિવિધ અધિકારીઓ, મામલતદાર જે.વી.કાકડિયા, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.