આ તારીખથી શરૂ થશે ફિલ્મ ‘ટાઇગર 3’નું એડવાન્સ બુકિંગ

ખબરી ગુજરાત મનોરંજન

Jagdish, Khabri Gujarat : યશરાજ ફિલ્મ્સ આગામી તહેવારોની સિઝનમાં પોતાની ફિલ્મ ‘ટાઇગર 3’ સાથે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવાની તૈયારીમાં છે. સુપરસ્ટાર સલમાન ખાન અને કેટરીના સ્ટારર આ ફિલ્મ દિવાળીના દિવસે એટલે કે રવિવારે 12 નવેમ્બરના રોજ રિલિઝ થવા જઈ રહી છે.

આ પણ વાંચો : મરાઠા અનામત આંદોલન : ગુજરાત-મહારાષ્ટ્ર બસ સેવા ઠપ્પ

દર્શકો ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે ત્યારે ‘ટાઇગર 3’નું એડવાન્સ બુકિંગ 5 નવેમ્બરથી શરૂ થનાર છે. ફિલ્મના નિર્માતાઓ પાસેથી મળતી જાણકારી અનુસાર રીલિઝની તારીખ પર આખા દેશમાં સવારે 7 વાગ્યાથી ફિલ્મનું સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવશે. પબ્લિક ડિમાન્ડને જોતા ફિલ્મના મોર્નિંગ શો વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

PIC – Social Media

ફિલ્મ દિવાળીની રજાઓમાં રિલિઝ થઈ રહી છે. એટલે સિનેમાઘરોએ તેને જલ્દી શરૂ કરવાનો અનુરોધ કર્યો છે.

આ પણ વાંચો : દિવાળી 11 કે 12 નવેમ્બર? જાણો તહેવારોની સિઝન વિશે સંપૂર્ણ માહિતી

‘ટાઇગર 3’ બ્લોકબસ્ટર વાઈઆરએફ સ્પાઈ યુનિવર્સની 5મી ફિલ્મ છે. જે ‘એક થા ટાઇગર’, ‘ટાઇગર જિંદા હૈ’, ‘વૉર’ અને ‘પઠાન’ની ઘટનાઓ પર આધારિત છે. ફિલ્મનું નિર્દેશન મનિષ શર્માએ કર્યું છે. ‘ટાઇગર 3’ દર્શકો માટે ઘણાં પ્રીમિયમ ફોરમેટમાં પણ ઉપલબ્ધ હશે. જેમ કે, 2ડી, આઇમેક્સ 2ડી, 4 ડીએક્સ 2ડી, પીવીઆર પીએક્સએલ, ડીબોક્સ, આઈસ, 4DE મોશન. ફિલ્મ હિન્દી, તમિલ ડબ અને તેલુગુ ડબ વર્જનમાં રીલિઝ કરવામાં આવશે.

Read More : khabrimedia, khabrimedia Guajrat, Gujarati News, Gujarat Top news, Gujarat latest News, Breaking news, Gujarat, Bollywood News, Bollywood, Tiger 3, Salman Khan, Katrina Kaif, Entertainment, Entertainment News