Patan : કારને નડ્યો ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારમાં 4 લોકોના મોત

ખબરી ગુજરાત ગુજરાત

Patan Accident : પાટણના સાંતલપુરમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, લગ્ન પ્રસંગે જતી વખતે કારને અકસ્માત નડતા એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે. જેમાં 1 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થાય છે…

આ પણ વાંચો : Big News : AAPના ધારાસભ્યએ રાજીનામુંં આપતા ખળભળાટ

પાટણ જિલ્લાના સાંતલપુરમાં ભયંકર અકસ્માત સર્જાયો છે. કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પાણીના ખાડામાં ખાબકી હતી. અકસ્માત વખતે કારમાં 7 લોકો સવાર હોવાનું સામે આવ્યું છે. આ ભયંકર દુર્ઘટનામાં એક જ પરિવારના ચાર લોકો મોતને ભેટ્યા છે. જ્યારે 3 લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. મૃતકોમાં પતિ, પત્ની અને તેની બે પુત્રીઓનો સમાવેશ થાય છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મળતી માહિતી અનુસાર, પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલા ફાંગલી ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર થઈ જોશી પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યો હતો. તે દરમિયાન ફાંગલીથી ચારણકા ગામ વચ્ચે કારને અકસ્માત નડ્યો હતો. કાર રોડ પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન કોઈ ઢોર આડુ ઉતરતા કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી. જેમાં 4 લોકોના મોત થયા હતા. જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

અકસ્માત અંગેની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બનાવને લઈ તપાસ હાથ ધરી હતી. પોલીસે ચારેય મૃતદેહોને સાંતલપુર રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટ માટે ખસેડ્યા છે.