Oscar Nominations 2024: ઓપનહાઇમરનો દબદબો, ભારતની આ ફિલ્મ પણ સામેલ

ખબરી ગુજરાત મનોરંજન

Oscar Nominations 2024: હોલિવુડના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ્સ ઓસ્કાર્સે આ વર્ષ માટેનું નોમિનેશન લિસ્ટ જાહેર કર્યું છે. આ વર્ષે 96માં ઓસ્કાર એવોર્ડનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મંગળવાર, 23 જાન્યુઆરીએ લાઇવ સ્ટ્રીમમાં એક્ટ્રેસ Zazie Beetz અને Jack Quaidએ 23 કેટેગરીમાં નોમિનેશનની જાહેરાત કરી છે.

આ પણ જુઓ : ભારતની ‘ટુ કીલ અ ટાઈગર’ બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર કેટેગરીમાં નોમિનેટ

PIC – Social Media

Oscar Nominations 2024: હોલિવુડના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ્સ ઓસ્કાર્સે આ વર્ષનું માટેનું નોમિનેશન લિસ્ટ જાહેર કર્યું છે. આ વર્ષે 96માં ઓસ્કાર એવોર્ડનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મંગળવાર, 23 જાન્યુઆરીએ લાઇવ સ્ટ્રીમમાં એક્ટ્રેસ Zazie Beetz અને Jack Quaidએ 23 કેટેગરીમાં નોમિનેશનની જાહેરાત કરી છે. તેમાં લેજેન્ડરી ડાયરેક્ટર ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ ‘ઓપનહાઇમર’ (Oppenheimer) લીડ કરી રહી છે. આ ફિલ્મને 13 કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે.

‘ઓપનહાઇમર’ (Oppenheimer) પછી બીજા નંબરે ફિલ્મ ‘પૂઅર થિંગ્સ’ (Poor things) છે. જેને 11 કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. એક્ટર લિયોનાર્ડો ડિકેપ્રિયોની ‘કિલર ઓફ ધ ફ્લાવર મૂન’, (Killer of the Flower Moon) 10 નોમિનેશન સાથે ત્રીજા નંબરે છે. ‘ઓપનહાઇમર’ સાથે જ રિલિઝ થયેલી એક્ટ્રેસ માર્ગો રોબીની ફિલ્મ ‘બાર્બી’ (Barbie)ને ઓસ્કાર 2024માં 8 નોમિનેશન મળ્યાં છે. આ 2023ની બ્લોકબસ્ટર ફિલ્મોમાંથી એક હતી. પરંતુ એક્ટ્રેસ માર્ગો અને ફિલ્મની ડાયરેક્ટર ગ્રેટા ગર્વિગે ઓસ્કારમાં નોમિનેશન મળ્યું નથી.

ઓસ્કાર 2024માં (Oscar Nominations 2024) ભારતની ફિલ્મ ’12વીં ફેલ’ (12th Fail) અને હિના ખાનની ફિલ્મ ‘કન્ટ્રી ઓફ બ્લાઇન્ડ’ને (Country of the Blind) નોમિનેશન મળે તેવી આશા છે. પરંતું ડોક્યુમેન્ટ્રી ‘ફિલ્મ ટુ કિલ અ ટાઇગર’ ને નોમિનેશન મળી ગયું છે. ફિલ્મ ભારતના એક નાનકડા ગામ પર આધારિત ડોક્યુમેન્ટ્રી છે. જેને કેનેડામાં રહેતા નિશા પાહુજાએ બનાવી છે. નિશાનો ઉછેર દિલ્હીમાં થયો હતો. તેની આ ડોક્યુમેન્ટ્રીનું પ્રિમિયર ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલ 2022માં થયું હતું. તેને એમ્પ્લિફાઇ વોયસેજ એવોર્ડમાં બેસ્ટ કેનેડિયન ફિચર ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

ઓસ્કાર નોમિનેશનની યાદી

શ્રેષ્ઠ અભિનેતા (Best actor)

બ્રેડલી કૂપર – માઇસ્ટ્રો
કોલમેન ડોમિંગો – રસ્ટિન
પોલ ગિયામટ્ટી – ધ હોલ્ડવર્સ
કિલિયન મર્ફી – ઓપનહાઇમર
જેફરી રાઈટ – અમેરિકન ફિક્શન

શ્રેષ્ઠ અભિનેત્રી (Best Actress)

એનેટ બેનિંગ – ન્યાદ
લીલી ગ્લેડસ્ટોન – ફ્લાવર મૂનનો કિલર
સાન્દ્રા હેલર – ફોલની એનાટોમી
કેરી મુલિગન – માઇસ્ટ્રો
એમ્મા સ્ટોન – પૂઅર થિંગ્સ

શ્રેષ્ઠ દિગ્દર્શક (Best Director)

જોનાથન ગ્લેઝર – ધ જોન ઑફ ઇન્ટરેસ્ટ
Yorgos Lanthimos – પૂઅર થિંગ્સ
ક્રિસ્ટોફર નોલાન – ઓપનહેમર
માર્ટિન સ્કોર્સીસ – કિલર ઓફ ધ ફ્લાવર્સ
Justine Triet – એનાટૉમી ઑફ અ ફૉલ

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

શ્રેષ્ઠ ફિલ્મ (Best Movie)

અમેરિકન ફિક્શન
એનાટૉમી ઑફ અ ફૉલ
બાર્બી
ધ હોલ્ડઓવર્સ
કિલર ઑફ ધ ફ્લાવર મૂન
માઇસ્ટ્રો
ઓપનહાઇમર
પાસ્ટ લાઇવ્સ
પૂઅર થિંગ્સ
ધ જોન ઑફ ઇન્ટરેસ્ટ

એક્ટર ઇન સપોર્ટિંગ રોલ (Actor in Supporting Role)

સ્ટર્લિંગ કે. બ્રાઉન – અમેરિકન ફિક્શન
રોબર્ટ ડી નીરો – ફ્લાવર મૂનનો કિલર
રોબર્ટ ડાઉની જુનિયર – ઓપનહેમર
રાયન ગોસલિંગ – બાર્બી
માર્ક રફલો – પૂઅર થિંગ્સ

એક્ટ્રેસ ઈન સપોર્ટિંગ રોલ (Actress in supporting Role)

એમિલી બ્લન્ટ – ઓપનહાઇમર
ડેનિયલ બ્રૂક્સ – ધ કલર પર્પલ
અમેરિકા ફરેરા – બાર્બી
જોડી ફોસ્ટર – ન્યાદ
Da’Vine Joy Randolph – ધ હોલ્ડઓવર્સ

અડોપ્ટેડ સ્ક્રીનપ્લે (Adapted screenplay)

અમેરિકન ફિક્શન – કોર્ડ જફરસન
બાર્બી – ગ્રેટા ગર્વિગ અને નોઆહ બોમ્બાચ
ઓપનહાઇમર – ક્રિસ્ટોફર નોલન
પૂઅર થિંગ્સ – ટોની મક્નારા
ધ જોન ઓફ ઇન્ટરેસ્ટ – જોનાથન ગ્લેજર

આ પણ વાંચો : સિદ્ધપુરના માતૃગયામાં તર્પણ વિધિ માટે કરાઈ ખાસ વ્યવસ્થા

ઓરિજનલ સ્ક્રીનપ્લે (Original screenplay)

એનાટૉમી ઑફ અ ફૉલ – જસ્ટિન ટ્રીટ અને આર્થર હરારી
ધ હોલ્ડઓવર્સ – ડેવિડ હેમિંગસન
માઇસ્ટ્રો – બ્રેડલી કૂપર અને જોશ સિંગર
મે ડિસેમ્બર – સેમી બુર્ચ અને એલેક્સ મેકેનિક
પાસ્ટ લાઇવ્સ – સિલિન સોન્ગ

સિનેમેટોગ્રાફી (Cinematography)

El Conde – Edward Lachman
કિલર ઓફ ધ ફ્લાર મૂન – Rodrigo Prieto
માઇસ્ટ્રો – Matthew Libatique
ઓપનહાઇમર – Hoyte van Hoytema
પૂઅર થિંગ્સ – રોબિન રાયન

ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મ (International Feature Film)

Io Capitano (ઈટલી)
પરફેક્ટ ડેજ (જાપાન)
સોસાયટી ઓફ સ્નો (સ્પેન)
ધ ટીચર્સ લાઉન્જ (જર્મની)
ધ જોન ઓફ ઇન્ટરેસ્ટ (યુકે)

ડોક્યુમેન્ટ્રી ફિચર ફિલ્મ (Documentary feature film)

બૉબી વાઇન : ધ પીપલ્સ પ્રસિડેન્ટ – Moses Bwayo, ક્રિસ્ટોફર શાર્પ અને જોન બેટસેક
ધ એટર્નલ મેમોરી
ફોર ડોટર્સ – Kaouther Ben Hania અને Nadim Cheikhrouha
ટૂ કિલ અ ટાઇગર – નિશા પાહુજા, Cornelia Principe અને David Oppenheim
20 ડેજ ઈન મારિયુપોલ – Mstyslav Chernov, Michelle Mizner અને Raney Aronson-Rath